બાબુ સોલંકી :- સુખસર
*નવદુર્ગા ગ્રુપ લીમખેડા દ્વારા અંબાજી પગપાળા સંઘનું ભવ્ય પ્રસ્થાન*
સુખસર,તા.15
લીમખેડા ખાતે નવદુર્ગા ગ્રુપ લીમખેડા દ્વારા લીમખેડાથી અંબાજી સુધીની પગપાળા પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં માઈભક્તોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી પદયાત્રામાં ભાગ લીધો હતો.
નવદુર્ગા ગ્રુપ લીમખેડા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અંબાજી પગપાળા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આયોજકો ભરતભાઈ ડામોર, પ્રવીણભાઈ, રાજુભાઈ, પિન્ટુભાઈ બિલવાલ, લાલાભાઈ ડામોર સહિતના માઈભક્તોના સહયોગથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર, મોટા હાથીધરાના મહંતશ્રી તુરંતીપુરી બાપુ તથા રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રીંકેશભાઈ પ્રજાપતિ દ્વારા મહા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મહંતશ્રી તુરંતીપુરી બાપુ અને શ્રી રીંકેશભાઈ પ્રજાપતિ દ્વારા અંબાજી પદયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
માઈભક્તોના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પદયાત્રા દરમિયાન સૌ ભક્તોએ મા અંબાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્ય થવાની ભાવના સાથે યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
