
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ એસટી વિભાગ દ્વારા “તોઉ ‘તે “વાવાઝોડા ના પગલે એસટી બસો ના રૂટ બંધ કરાયા
સાઉથ ઝોન, સૌરાષ્ટ્ર અને કચ્છ જતી તમામ એસટી બસો ના બપોર 3/00 વાગ્યા બાદ ના રુટો રદ કરાયા
દાહોદ એસટી વિભાગ દ્વારા 55 થી 60 જેટલા જુદાજુદા બસ ના રુટો બંધ કરાયા
“તોઉ,’તે “વાવાઝોડા ને પગલે મુસાફરો અને એસટી ને નુકશાન ન થાય તેના તકેદારી ના ભાગ રુપે રુટો બધ કરાયા
એન્ડવાનસ બુકીંગ થયેલ મુસાફરો ને એસટી વિભાગ દ્વારા અપાયુ રિફંડ
દાહોદ તા.૧૭
એસ.ટી.તંત્ર દ્વારા બસના રૂટ બંધ કરાતા પૂછપરછ કેન્દ્ર પર લોકોના ટોળા ભેગા થયા
તાઉ પે વાવાઝોડાના પગલે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક એવા દાહોદ શહેરના મુખ્ય બસ સ્ટેશન ખાતે બસ ડેપો દ્વારા એસ.ટી. બસોના તમામ રૂટો બંધ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે ૫૫ થી ૬૦ જેટલી જુદા જુદા બસના રૂટો બંધ કરી દઈ બસ સ્ટેશન ખાલી કરાવવામાં પણ આવી રહ્યું છે.
બસોના રૂટ બંધ થતાં મુસાફરો અટવાયા
તાઉ પે વાવાઝોડાના પગલે ગુજરાત રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ગઈકાલથી તાઉ પે વાવાઝોડાની અસરો જાેવા મળી રહી છે અને દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ ગઈકાલથી આ તાઉ પે વાવાઝોડાની અસરો જાેવા મળી હતી અને આ વાવાઝોડામાં મુસાફરોને કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તકેદારીના ભાગરૂપે
એસ.ટી.તંત્ર દ્વારા વિવિધ રૂટો બંધ કરાતા બસ સ્ટેશનમાં મુસાફરોની પાંખી હાજરી જોવા મળી
દાહોદના મુખ્ય બસ સ્ટેશનની અંદાજે ૫૫ થી ૬૦ જેટલી બસો બંધ કરી દેવામાં આવી છે. તમામ રૂટો હાલ નિર્ધારીત સમય માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. સાઉથ ઝોન, સૌરાષ્ટ્ર અને કચ્છ જતી તમામ બસો બંધ કરી દેવામાં આવી છે. આ સિવાયની બસોના રૂટો પણ બંધ કરી દેવામાં આવ્યાં છે જે મુસાફરોએ એડવાન્સ બુકીંગ કર્યું હતું તેઓને દાહોદ એસ.ટી. ડેપો દ્વારા રીફંડ પણ આપી દીધું છે ત્યારે આ રૂટો કેટલા દિવસો માટે બંધ કરવામાં આવ્યાં છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ એસ.ટી. વિભાગને અને મુસાફરોને કોઈ નુકસાન અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બસ સ્ટેશનને ખાલી પણ કરવામાં આવી રહ્યું છે.
———————————