દાહોદ શહેરના ત્રિવેણી ખાતે મહિલા મંડળ દ્વારા ધામધૂમથી ફાગ મહોત્સવ ઉજવાયો..

Editor Dahod Live
1 Min Read

દાહોદ શહેરના ત્રિવેણી એપાર્ટમેન્ટ ખાતે ધામધૂમથી ફાગ મહોત્સવ ઉજવાયો..

મહિલા મંડળ દ્વારા આયોજીત ફાગ મહોત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો, તેમજ વડીલોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો

દાહોદ તા.26

દાહોદ જિલ્લામાં વસંત પંચમી બાદ ફાગણ માસની શરૂઆતની સાથે જુદા જુદા તહેવારો ઉજવવાની પરંપરા ચાલતી આવી છે. તેમાંય આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં હોલીના એક માંસ પહેલા થી જ ઢોલમેળો, આમલી અગિયારસનો મેળો, ફાગ મહોત્સવ, સહિતના તહેવારો ઉજવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. ત્યારે આજે દાહોદ શહેરના ત્રિવેણી એપાર્ટમેન્ટ ખાતે મહિલા મંડળ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓ દ્વારા કૃષ્ણ તેમજ રાધા બની ઇકો ફ્રેન્ડલી કલરફુલ કલરોથી ફાગ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. આ ફાગ મહોત્સવમાં મહિલાઓએ સંગીત તેમજ ઢોલની સથવારે રાસ ઘુમર અને ગરબે ધૂમ્યા હતા.સાથે સાથે આ ફાગ મહોત્સવ મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો તેમજ વડીલો એ ભાગ લીધો હતો

Share This Article