રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના યશ માર્કેટમાં ચોરી, અજાણ્યા તસ્કરો 3 લાખની સોપારી ચોરી ગયા.!
દાહોદ તા.૨૦
દાહોદ શહેરમાં આવેલ યસ માર્કેટમાં મુકી રાખેલ એક ટેમ્પામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ટેમ્પામાં મુકી રાખેલ સોપારીના ૧૭૧ નંગ. કટ્ટા જેની કુલ કિંમત રૂપીયા ૩,૧૨,૦૭૫નો સોપારીનો જથ્થો ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
દાહોદ શહેરમાં બહારપુરા પડાવ રોડ વિસ્તારમાં રહેતાં વેપારી વિપુલકુમાર વિમલકાંન્ત છાજેટની દાહોદ શહેરના ગોધરાથી ઈન્દૌર જતાં હાઈવે રોડ ઉપર આવેલ યસજી માર્કેટની બાજુમાં આવેલ કંમ્પાઉન્ડમાં ગત તા.૧૪.૧૨.૨૦૨૫ના રોજ મુકી રાખેલ ટેમ્પમાંથી સોપારીના ૧૭૧ નંગ. કટ્ટા જેની કુલ કિંમત રૂપીયા ૩,૧૨,૦૭૫નો સોપારીનો જથ્થો કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે વિપુલકુમાર વિમલકાંન્ત છાજેડે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.