Thursday, 06/11/2025
Dark Mode

દાહોદમાં ભિક્ષુકના વેશમાં ચોરી કરતી મહિલા ટોળકી ઝડપાઈ  અનાજ માર્કેટમાં વેપારીના ઑફિસમાંથી રોકડા ₹5 લાખની ચોરીનો બનાવ.

November 1, 2025
        2762
દાહોદમાં ભિક્ષુકના વેશમાં ચોરી કરતી મહિલા ટોળકી ઝડપાઈ   અનાજ માર્કેટમાં વેપારીના ઑફિસમાંથી રોકડા ₹5 લાખની ચોરીનો બનાવ.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ભિક્ષુકના વેશમાં ચોરી કરતી મહિલા ટોળકી ઝડપાઈ

 અનાજ માર્કેટમાં વેપારીના ઑફિસમાંથી રોકડા ₹5 લાખની ચોરીનો બનાવ.

છ મહિલાઓ અને એક પુરુષ સહિત કુલ 7 આરોપીઓ ઝડપાયા.

ચોરી કરનાર મહિલા ટોળકી એક જ પરિવારના, તમામ મહારાષ્ટ્ર પાલઘરના રહેવાસી.

 પોલીસએ ₹5 લાખ રોકડ અને ₹1 લાખની કાર કબજે કરી

અંકલેશ્વર GIDC વિસ્તારમાં પણ ગુન્હાહિત કાવતરું બહાર આવ્યું

દાહોદ તા.૦૧

દાહોદમાં ભિક્ષુકના વેશમાં ચોરી કરતી મહિલા ટોળકી ઝડપાઈ  અનાજ માર્કેટમાં વેપારીના ઑફિસમાંથી રોકડા ₹5 લાખની ચોરીનો બનાવ.

દાહોદ શહેરમાં અનાજ માર્કેટમાં એક વેપારીના ત્યાંથી છ મહિલા સહિત સાત ઈસમોએ વેપારીની નજર ચૂકવી રોકડા રૂપિયા પાંચ લાખ લઈ ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખી દાહોદ એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી છ મહિલા સહિત સાત ઇસમોને દાહોદની ખંગેલા ચેકપોસ્ટ ખાતેથી ઝડપી પકડી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા પાંચ લાખ તેમજ એક લાખની કિંમતની ફોરવીલર ગાડી સહિત મુદ્દામાલ કબજે કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. 

 

દાહોદ શહેરમાં થોડા દિવસો પહેલા એટલે કે ગત તારીખ 29 મી ઓક્ટોબરના રોજ દાહોદ શહેરમાં આવેલ અનાજ માર્કેટમાં એક ઓફિસમાં છ જેટલી મહિલાઓ એ પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં હાજર વ્યક્તિની નજર ચૂકવી ઓફિસ ના ડ્રોવરમાંથી રોકડા રૂપિયા પાંચ લાખ લઈ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. આ સંબંધે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે અનાજ માર્કેટના વેપારી દ્વારા ફરિયાદ નોંધાવતા ગુન્હા ની ગંભીરતા ને ધ્યાને લઈ દાહોદ એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે બનાવ વાળી જગ્યાના આસપાસના સીસીટીવી કેમેરા તેમજ દાહોદ શહેરમાં લાગેલ નેત્રમ કેમેરા ચેક કરતા જેમાં ચોરી કરનાર તમામ આરોપીઓ એક ટાટા કંપનીની સફેદ સફારી ફોરવીલર ગાડીમાં સવાર થઈ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે ગયા હતા. જે માહિતી આધારે પોલીસે ટેકનીકલ એનાલિસિસ કરી આરોપીઓને પકડી પાડવા માટે ટ્રેક કરતા તેઓ મધ્યપ્રદેશથી પરત ઇન્દોર દાહોદ હાઇવે નો ઉપયોગ કરી દાહોદ તરફ આવતા હોવાની ટેકનીકલ ઇન્ફોર્મેશન લોકલ ક્રાઈમ બ્રાન્ચ દાહોદના અધિકારીની મદદ થી દાહોદ નજીક આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા જેમાં આજરોજ બાતમીમાં દર્શાવેલ ફોરવીલર ગાડીમાં આરોપીઓ સવાર થઈ ખંગેલા ચેકપોસ્ટ પરથી પસાર થયા હતા. ફોરવીલર ગાડી આવવાની સાથે જ પોલીસે ચારે તરફથી ફોરવીલર ગાડીને ઘેરી લઈ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને ઝડપી પાડી પોલીસે આરોપીઓને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે દાહોદ શહેરમાં આવેલ અનાજ માર્કેટમાં એક ઓફિસમાં રોકડા રૂપિયા પાંચ લાખની ચોરી કરી હોવાની પકડાયેલ આરોપીએ કબુલાત કરી હતી. પકડાયેલ આરોપીઓમાં ચરણભાઈ બાદલભાઈ વાઘરી, ચીણગી ઉર્ફે સંગીતાબેન બાદલભાઈ વાઘરી, ચંદા ઉર્ફે ચંદન ઉર્ફે ચંદ્રિકા ચરણભાઈ વાઘરી, અમૃતાબેન બાદલભાઈ વાઘરી, કોયલબેન બાદલભાઈ વાઘરી, સોનાબેન યુવરાજ વાઘરી અને નીતાબેન વિકી પવાર (તમામ રહે. મહારાષ્ટ્ર) નાઓની પોલીસે અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે ઉપરોક્ત ઝડપાયેલ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પણ ગુન્હાહિત કાવતરું આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અને અંકલેશ્વર પોલીસ મથકે પણ આ મામલે ફરિયાદ નોંધાવા પામી છે. ઉપરોક્ત ઝડપાયેલ આરોપીઓ ભીક માંગવાના બહાને ઓફિસ, ઘરમાં ભરાઈ લોકોની નજર ચૂકવી અથવા ગુમરાહ કરી ટેબલ અથવા તિજોરીમાં રાખેલ રોકડા રૂપિયા અને દાગીના ચોરી કરવાની કસબ ધરાવે છે. પોલીસે ઉપરોક્ત આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા પાંચ લાખ ની સાથે એક લાખની કિંમતની ફોરવીલર ગાડી પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!