
રાહુલ ગારી : ધાનપુર
ધાનપુર તાલુકાના પીપરોમાં મંત્રી બચુભાઈના હસ્તે PHC સેન્ટર નું ઉદઘાટન..
ધાનપુર તા. ૧
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ખાતે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા સરકાર દ્વારા મંજૂર થયેલ નવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
છેવાડાના માનવીને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આ નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેનો આજે રીબીન કાપે પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયતના તમામ તાલુકા સભ્યો તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર બીપી રમણ સાહેબ આરોગ્ય સ્ટાફ ઉપરથી રહ્યો હતો.