
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ રેલવે સ્ટેશન પર એન્જિન ખામીથી ટ્રેન દોઢ કલાક મોડી, અન્ય ટ્રેનો પણ થઈ પ્રભાવિત.!!
દાહોદ તા.23
દાહોદ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનના એન્જિનમાં યાંત્રિક ખામી સર્જાતા આ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા દોઢ કલાક મોડી પડી હતી. જેના કારણે પાછળ આવી રહેલી અન્ય બે સુપરફાસ્ટ ટ્રેન પણ મોડી પડી હતી. દરમિયાન રેલવે સત્તાધીશો એ ખામીયુક્ત એન્જિનને દૂર કરી અને એન્જિન મારફતે ટ્રેનને આગળ ધપાવી હતી..
ટ્રેન નંબર 22192 સોમનાથ જબલપુર એક્સપ્રેસ દાહોદ રેલવે સ્ટેશન પર પોતાના નિર્ધારિત સમય આવીને ઉભી રહી હતી. બે મિનિટના સ્ટોપેજ બાદ આ ટ્રેન રતલામ તરફ રવાના થવાની હતી તે દરમિયાન ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાઇ હતી. લોકો પાયલોટ દ્વારા આ ટ્રેનને આગળ ધપાવાની પ્રયાસ કર્યા પરંતુ તે નિરર્થક તથા આખરે લોકો પાયલોટે રેલવેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા રેલવે વિભાગના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને ખામીયુક્ત એન્જિનને માલગાડી મારફતે છૂટું કરી બીજું એન્જિન લગાવી આ ટ્રેનને રતલામ તરફ રવાના કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ઉપરોક્ત ટ્રેન દોઢ કલાક મોડી પડી હતી. જેના કારણે પાછળ આવી રહેલી ગાંધીનગર ઇંદોર શાંતિ એક્સપ્રેસ 25 મિનિટ તેમજ અજમેર ફેર સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ 15 થી 20 મિનિટ મોડી પડી હતી.