
દેવગઢ બારીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા ખાતે વિશ્વ સિકલસેલ એનિમિયા દિવસની કરાઇ ઉજવણી
દાહોદ તા. ૧૯
દેવગઢ બારીયા તાલુકાના અંતેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી. ડૉ.ઉદય ટીલાવત અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ ગીરીવર સિંહ બારીયા, જિલ્લા એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી, ડૉ નયન જોષી ,તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી, દેવગઢ બારીયા ડૉ.કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૯/૦૬/૨૦૨૫ના રોજ વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણીના ભાગરૂપે પી.એમ શ્રી એજ્યુકેશન કોમ્પ્લેક્સ ઈન લીટરસી સ્કૂલ ,નાની ખજુરી ખાતે કિશોરીઓ માટે સિકલસેલ એનિમિયા અંગે આઇ.ઈ.સી એક્ટિવિટી કરવામાં આવી તેમજ કિશોરીઓનું સિકલસેલ એનિમિયાનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ૯૬ કિશોરીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું જેમાથી ૧૪ પોઝિટિવ આવતા તેઓને નિદાન અર્થે તાલુકા કક્ષાએ રિફર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતેલા પી.એસ.સીના મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા કક્ષાએથી આર.બી.એસ.કે ટીમ અને સિકલસેલ એનિમિયા પ્રોગ્રામના તમામ કાઉન્સેલર, એડોલેસન્ટ હેલ્થ કાઉન્સિલર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હાજર રહી આઈ.ઈ.સી એક્ટિવિટી અને સિકલસેલ એનિમિયાનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.