Saturday, 12/07/2025
Dark Mode

અમદાવાદ BG કોલેજમાં દાહોદના 50 વિધાર્થીઓ ઘરે પરત આવશે.. અમદાવાદ પ્લેન ક્રેશ ટ્રેજેડી બાદ દાહોદના 9 વિધાર્થીઓ ઘરે પરત ફર્યા. પરિવાર જોડે મિલન થતા હરખના આંસુ છલકાયા..

June 14, 2025
        2867
અમદાવાદ BG કોલેજમાં દાહોદના 50 વિધાર્થીઓ ઘરે પરત આવશે..  અમદાવાદ પ્લેન ક્રેશ ટ્રેજેડી બાદ દાહોદના 9 વિધાર્થીઓ ઘરે પરત ફર્યા. પરિવાર જોડે મિલન થતા હરખના આંસુ છલકાયા..

રાજેશ વસાવે :- દાહોદ 

અમદાવાદ BG કોલેજમાં દાહોદના 50 વિધાર્થીઓ ઘરે પરત આવશે..

અમદાવાદ પ્લેન ક્રેશ ટ્રેજેડી બાદ દાહોદના 9 વિધાર્થીઓ ઘરે પરત ફર્યા. પરિવાર જોડે મિલન થતા હરખના આંસુ છલકાયા..

મેસ બળી, ક્લાસ અને જુનિયરની પરીક્ષા મોકૂફ થતા વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા..

દાહોદ તા.12અમદાવાદ BG કોલેજમાં દાહોદના 50 વિધાર્થીઓ ઘરે પરત આવશે.. અમદાવાદ પ્લેન ક્રેશ ટ્રેજેડી બાદ દાહોદના 9 વિધાર્થીઓ ઘરે પરત ફર્યા. પરિવાર જોડે મિલન થતા હરખના આંસુ છલકાયા..

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં ગઈકાલે ભયંકર વિમાન ક્રેશ ઘટના બની હતી. જેમાં લંડન તરફ જતી ઇન્ડિયન એરલાઇન્સ ની ફ્લાઈટ ઉડાન ભર્યા બાદ મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડની ચાર બિલ્ડીંગમાં પડતા આ ઘટનામાં 290 ઉપરાંત લોકોના મૃત્યુ થયા હતા. જેમાં વિમાનમાં સવાર મુસાફરો અને આઈજીપી બિલ્ડીંગમાં અભ્યાસ કરતા ઇન્ટર્ન તબીબો અને વિધાર્થીઓનો પણ સમાવેશ થયો છે. આ કરુણાંતિકામાં દાહોદના 5 વિધાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે હવે આ ઘટનાના બીજા દિવસે દાહોદના 50 થી વધુ વિધાર્થીઓ દાહોદ પરત ફર્યા છે.જે પૈકી આજે દાહોદ બસ સ્ટેશન પર નવ જેટલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતા તેમના કુટુંબીજનો બસ સ્ટેશન એ લેવા આવ્યા હતા. દરમિયાન વિદ્યાર્થીઓને તેમના માતા પિતા હરખથી ભેટી પડતા અશ્રુધારા છલકાઈ હતી. 

 

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગઈકાલે 242 મુસાફરો તેમજ ક્રુ મેમ્બર સાથે ઇન્ડિયન એરલાઇન્સનો બોઈંગ વિમાન બપોરે 1.38 વાગ્યે લંડન તરફ જવા માટે ઉડાન ભરી હતી. અને ઉડાન ભર્યાના ત્રીજી મિનિટે જ વિમાન ઝાડ સાથે અથડાઈ નજીકમાં મેઘાણીનગર igp કોમ્પલેક્ષમાં આવેલી ચાર બિલ્ડિંગ સાથે અથડાયું હતું અને ભયંકર બ્લાસ્ટ થતા વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર સાથે આઈજીપી કોમ્પ્લેક્સ માં અભ્યાસ કરી રહેલા ઇન્ટર ડોક્ટર તેમજ વિદ્યાર્થીઓ મળી 290 લોકો અગનગોળામાં ભડથું થતા મોટી કરુણાંતિકા સર્જાઇ હતી. જોકે આ ઘટનામાં એક વ્યક્તિનું ચમત્કારિક બચાવ પણ થયો હતો. આ ઘટનાના પગલે અમદાવાદની BG મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 50થી વધુ વિદ્યાર્થીઓ પૈકી પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જોકે આ ઘટના બાદ બીજી કોલેજના સત્તાધીશોએ જુનિયર ની એક્ઝામ અને ક્લાસિસ મોકૂફ રાખી હતી. જેના પગલે દાહોદના 50થી વધુ વિદ્યાર્થીઓ પોતાના ઘર દાહોદ તરફ પરત થયા હતા. જે પૈકીના 9 વિદ્યાર્થીઓ આજે બસ મારફતે દાહોદ આવતા બસ સ્ટેશન ઉપર પરિવારજનો તેમને રિસીવ કરવા આવ્યા હતા. દરમિયાન વિદ્યાર્થીઓને હેમખેમ જોઈ તેમના માતા-પિતા તેમને હરખથી ભેટી પડ્યા હતા. તે સમયે અશ્રુધારા પણ છલકાઇ હતી.

 

*પ્લેન ક્રેશ ત્રાસદીમાં ત્રીજા ગ્રસ્ત થયેલા દાહોદના વિદ્યાર્થીઓના નામ.*

(૧) બ્રિજેશ ડામોર ખરેડી 

(૨) પ્રીત દેહદા શ્યામલ સોસાયટી દાહોદ 

(૩) જીત ભુરીયા કતવારા દાહોદ 

(૪) સમર્થ બામણીયા દાહોદ 

(૫) તરુણ પરમાર દાહોદ 

 

દાહોદ આવેલા 9 વિદ્યાર્થીઓના નામોની યાદી..

 

(૧)સત્યમ મેડા, દેલસર, બીજુ વર્ષ

(૨)ભવ્ય ધાનકા,દાહોદ, અંતિમ વર્ષ

(૩)મોઇઝ ભગત,દાહોદ, ત્રીજુ વર્ષ

(૪)શુભ લાલપુરવાલા, દાહોદ, બીજુ વર્ષ

(૫)ભવ્ય ખપેડ,દાહોદ, બીજુ વર્ષ

(૬)આદિત્ય તડવી,લીમડી, ત્રીજુ વર્ષ

(૭)ધ્રુવી ડામોર,દાહોદ, ત્રીજુ વર્ષ

(૮)આયુષ ગોહીલ,દાહોદ, બીજુ વર્ષ

(૯)કેતન પટેલ, પીપલોદ,અંતિમ વર્ષ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!