Tuesday, 08/07/2025
Dark Mode

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની નવીન પ્રતિમાની સ્થાપના અંગે બિરસા મુંડા ભવનમાં બેઠક યોજાઈ..

June 14, 2025
        2250
દાહોદમાં ભગવાન બિરસા મુંડાની નવીન પ્રતિમાની સ્થાપના અંગે બિરસા મુંડા ભવનમાં બેઠક યોજાઈ..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની નવીન પ્રતિમાની સ્થાપના અંગે બિરસા મુંડા ભવનમાં બેઠક યોજાઈ..

દાહોદ તા.13

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની નવીન પ્રતિમાની સ્થાપના અંગે બિરસા મુંડા ભવનમાં બેઠક યોજાઈ..

દાહોદ શહેરના બિરસા મુંડા ચોક પર થોડા દિવસ અગાઉ એક અસ્થિર મગજના યુવકે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ક્ષતીગ્રસ્ત કરી ખંડિત કરી નાખી હતી. જેને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ હતો. પરંતુ દાહોદ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇ ગણતરીની મિનિટમાં આ અસ્થિર મગજના યુવકને ઝડપી ફોજદારી ગુનો દાખલ કર્યો હતો.

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની નવીન પ્રતિમાની સ્થાપના અંગે બિરસા મુંડા ભવનમાં બેઠક યોજાઈ..

દરમિયાન આદિવાસી સમાજમાં રોષની સાથે નવીન બિરસા મુંડા ની મૂર્તિ તાત્કાલિક મૂકવામાં આવે તેવી માંગ હતી. જે માંગને પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ સુરક્ષા સેતુમાંથી મુકાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે આ દરમિયાન આદિવાસી સમાજ દ્વારા પણ આ મામલે કોન્સ્ટીબ્યુશન કરવા માટે પહેલ કરી હતી જેને લઈને બિરસા મુંડા ભવન ખાતે દાહોદ જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં આદિવાસી સમાજની બેઠક યોજવામાં આવી હતી.

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની નવીન પ્રતિમાની સ્થાપના અંગે બિરસા મુંડા ભવનમાં બેઠક યોજાઈ..

આ બેઠકમાં દાહોદ મત વિસ્તારના ધારાસભ્ય,ગરબાડા મતવિસ્તારના ધારાસભ્ય ,dysp જગદીશ ભંડારી,બિરસા મુંડા ભવન ના ટ્રસ્ટી ડૉ.કે.આર.ડામોર, નગરપાલિકા ભૂતપૂર્વ પ્રમુખ અભિષેક મેડા,વર્તમાન નગરપાલિકા પ્રમુખ ગોપી દેસાઈ તેમજ દાહોદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિ,વિવિધ પાર્ટીઓના પ્રતિનિધિ તેમજ સમાજના અગ્રગણ્ય સમાજસેવકો હાજર રહ્યા હતા

દાહોદમાં ભગવાન બિરસા મુંડાની નવીન પ્રતિમાની સ્થાપના અંગે બિરસા મુંડા ભવનમાં બેઠક યોજાઈ..

આ બેઠકમાં આદિવાસી બાહુલ્ય વિસ્તારમાં આદિવાસી સમાજનો ક્રાંતિકારી ઇતિહાસ,સામાજિક,ધાર્મિક,સાંસ્કૃતિક અને રાજકીય ઈતિહાસ ને ઉજાગર કરવા માટે દાહોદ શહેર વિસ્તારમાં આવેલ તેમજ દાહોદ જિલ્લામાં આવેલ વિવિધ સર્કલો પર આદિવાસી સમાજના જનનાયકો ની પ્રતિમાઓનું સ્થાપન કરવા તેમજ બિરસા મુંડા સર્કલ ની મૂળ જગ્યા પર બિરસા મુંડા ની પ્રતિમા લગાડવી,તાત્યા ભીલ,પૂંજા ભીલ,ગોવિંદ ગુરુ,જેવા જન નાયકો ની પ્રતિમા સ્થાપન કરવી તેમજ ગોધરારોડ ખાતે માળવા અને ગોંડવાના પ્રદેશ નું પ્રવેશદ્વાર નું નામ તાત્યા ભીલ પ્રવેશદ્વાર નામકરણ માટે આમસહમતી કરવામાં આવી.અંતમાં સમાજ વતી સુરેશભાઈ મેડા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો નો આભાર માનવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!