Saturday, 21/06/2025
Dark Mode

પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ.. C-MAM એપ વિશે CDPO અને મુખ્ય સેવિકાબેનોને પોષણ સંગમના ૧૦ પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી

June 6, 2025
        1228
પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ..  C-MAM એપ વિશે CDPO અને મુખ્ય સેવિકાબેનોને પોષણ સંગમના ૧૦ પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી

સંજેલી મહેન્દ્ર ચારેલ

પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ..

C-MAM એપ વિશે CDPO અને મુખ્ય સેવિકાબેનોને પોષણ સંગમના ૧૦ પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી

 સંજેલી તા. ૬

પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ.. C-MAM એપ વિશે CDPO અને મુખ્ય સેવિકાબેનોને પોષણ સંગમના ૧૦ પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરી ખાતે નાયબ નિયામક નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત તાલીમ યોજવામાં આવ્યો હતો. જેમાં PPT દ્વારા પોષણ સંગમ એપ વિશે માહિતી આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાએથી આવેલ નાયબ નિયામક ગાંધીનગર નેહા કંથારીયા દ્વારા C-MAM એપ વિશે CDPO અને મુખ્ય સેવિકાબેનોને પોષણ સંગમના ૧૦ પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. 

પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ.. C-MAM એપ વિશે CDPO અને મુખ્ય સેવિકાબેનોને પોષણ સંગમના ૧૦ પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી

આ તાલીમ અંતર્ગત અગત્યના પગલાંઓ જેવા કે પગલું-૧- બાળકોનું સારીરીક માપન અને ગંભીર રીતે કુપોષિત બાળકોને ઓળખ, પગલું-૨-ભૂખ પરીક્ષણ, પગલું-૩- તબીબી પરીક્ષણ, પગલું-૪- સારવારની જગ્યા, પગલું-૫- પોષણ સારવાર, પગલું-૬- દવાઓ, પગલું-૭- આરોગ્ય અને પોષણ શિક્ષણ, પગલું-૮- CMAM કાર્યક્રમમાં ફોલોઅપ મુલાકાત, પગલું-૯- CMAM કાર્યક્રમમાંથી ડીસ્ચાર્જનાં માપદંડ, પગલું-૧૦- ડીસ્ચાર્જ થયા બાદની ફોલોઅપ મુલાકાત વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બાળકોના ગ્રોથ મોનીટરીંગના સાધનો (વજનકાંટાઓ/ઉંચાઈમાપન) તથા સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ C-MAM & EGF પોષણ સંગમ કાર્યક્રમનું સાહિત્યનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો. 

આ વર્કશોપને અનુરૂપ સમુદાય આધારિત વ્યવસ્થાપન (C-MAM & EGF)નું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી પ્રદાન કરવામાં આવી હતી તેમજ સમગ્ર દાહોદ જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ તથા અમલવારી અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!