
દાહોદ-વલસાડ એક્સપ્રેસ ટ્રેનના કોચ કમ્પોઝિશનમાં પરિવર્તન કરાયું,
દાહોદ તા. 05
દાહોદ-વલસાડ વચ્ચે નવી શરૂ થયેલી એક્સપ્રેસ ટ્રેનના કોચ કમ્પોઝિશનમાં રેલવે તંત્ર દ્વારા પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમા એક એસી ચેરકાર તેમજ 1 ચેર કાર કોચનો વધારો કરવામાં આવ્યો છે.જેના પગલે આગામી 12મી જૂનથી નવા કોચ કમ્પોઝિશન સાથે આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
કોરોના કાલથી બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી શરૂ કરવાની છેલ્લા ઘણા સમયથી માંગ હતી. આ માંગને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી હતી. દાહોદમાં લોકાર્પણ તેમાં શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા વડાપ્રધાન મોદીએ તારીખ 22મી મેના રોજ વલસાડ દાહોદ વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપી શરૂઆત કરાવી હતી. જેમાં 190911/12 વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેન તરીકે સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં પ્રારંભિક તબક્કામાં આઠ જનરલ કોચ, એક AC ચેર કાર તેમજ એક સીટિંગ ચેર કાર સાથે સંચાલિત કરવામાં આવી હતી. હવે આ ટ્રેન આગામી 12મી જૂનથી નવા કોચ કમ્પોઝિશન સાથે સંચાલિત કરવામાં આવશે જેમાં મેં એસી ચેરકાર, બે સેટિંગ ચેર કાર તેમજ 10 જનરલ કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે.જોકે આ ટ્રેનના આગમન તેમજ પ્રસ્થાન તથા સ્ટોપેજ મામલે કોઈ ફેરફાર કરવામાં આવ્યું નથી.