
રાજેશ વસાવે:- દાહોદ
સોમવારે કોર્ટમાં સુનવણી બાદ જામીન અરજીનો ફેસલો અનામત રાખ્યો હતો,
71 કરોડનો મનરેગા કૌભાંડ:જેલમાં બંધ TDO સહીત પાંચેય સરકારી કર્મચારીઓને સેશન્સ કોર્ટે જામીન આપ્યા..
દે.બારીયા તાલુકા વિકાસ અધિકારી,બે એકાઉન્ટ આસિસ્ટન્ટ,તેમજ બે ગ્રામ રોજગાર સેવકો જેલ મુક્ત થશે..
દાહોદ તા. 05
દાહોદના બહુચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડના જેલવાસો ભોગવી રહેલા તાત્કાલીન તાલુકા વિકાસ અધિકારી સહીત 5 સરકારી બાબુઓને દાહોદની સેશન્સ કોર્ટે આજે જામીન મંજુર કરતા સરકારી કર્મચારીઓનો જેલ મુક્ત થવાનો રસ્તો સાફ થયો છે.આ અગાઉ પણ ઉપરોક્ત સરકારી બાબુઓએ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી મુકી હતી.પરંતું તે અરજીને કોર્ટે ફગાવી દેતા તેઓએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.જે કોર્ટે ગ્રાહ્ય રાખી છે
દાહોદ સહીત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર 71 કરોડના મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં દેવગઢ બારીયાના કુવા, રેઢાણા તેમજ ધાનપુરના સીમામોઇ ગામમાં મનરેગા યોજના અંતર્ગત મોટાપાયે ભ્રસ્ટાચાર આચર્યો હોવાની DDO ને રજુઆતો મળી હતી.જે સંદર્ભે DDO એ DRDA નિયામક ડી.એન.પટેલ મારફતે ઉપરોક્ત ગામોમાં હકીકત લક્ષી અહેવાલ માટે તપાસ કરાવી હતી.જેમાં પ્રારંભિક તપાસમા જ સ્થળ પર અધુરા કામો તેમજ L1 સિવાયની બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ગેરકાયદેસર ચૂકવણાઓ થયા હોવાની સ્ફોટક માહિતીઓ સપાટી પર આવી હતી.ત્યારબાદ વચગાળાના અહેવાલના આધારે DRDA નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જે બાદ પોલીસે ઉપરોક્ત મનરેગા કૌભાંડમાં સૌ પ્રથમ ધાનપુર અને દેવગઢ બારીયાના એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી તેમજ મહિપાલસિંગ ચૌહાણ તથા ગ્રામ રોજગાર સેવક મંગલસીંગ પટેલીયા તેમજ ફુલસિંગ બારીયાની ધરપકડ કરી હતી.અને રીમાન્ડ મેળવ્યા બાદ જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.ત્યારબાદ આજ કેસમાં પોલીસે બન્ને મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સાથે દેવગઢ બારીયાના તાત્કાલીન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરી જેલ ભેગા કરી દીધા હતા.
કોર્ટે પાંચેય સરકારી બાબુઓના જમીન ફગાવી દીધા હતા
મનરેગા કૌભાંડમાં પકડાયેલા TDO દર્શન પટેલ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ સહીત 5 લોકો જેલવાસો ભોગવી રહ્યા હતા.દરમિયાન પાંચેય સરકારી કર્મચારીઓએ દાહોદની ચીફ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી જેમાં સુનાવણીના અંતે કોર્ટે જામીન નામંજુર કર્યા હતા.ત્યારબાદ ઉપરોક્ત પાંચેય સરકારી કર્મચારીઓ રેગ્યુલર જામીન માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.જેમાં સોમવારે સુનાવણી પુરી થયા બાદ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે આ ચુકાદો જાહેર કરી તમને જમીન મુક્ત કર્યા છે
કોર્ટે મંત્રી પુત્રોને જામીન મુક્ત કરતા શેસન્સમાં રીવીઝન અરજીની સુનાવણી ચાલી રહી છે
71 કરોડના આ મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા બન્ને મંત્રી પુત્રો બળવંત અને કિરણ ખાબડને આ કેસમાં ચીફ કોર્ટે જામીન આપતા પોલીસે જામીન અરજી સામે સ્ટેની અરજી ફાઈલ કરી હતી.જે અરજી ચીફ કોર્ટે ફગાવી જામીન આપતા પોલીસ આ મામલે સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી છે.જેમાં સોમવારે સુનાવણી થયા બાદ આ કેસમાં વધુ સુનાવણી 9 જૂનના રોજ રાખી છે.ત્યારે હાલ બન્ને મંત્રીપુત્રો મનરેગાના બીજા કેસમાં રીમાન્ડ હેઠળ છે.
જામીનમુક્ત થયેલા સરકારી કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
મનરેગા કૌભાંડમાં ત્રણ ગામોમાં થયેલી ગેરરીતીમાં કોર્ટમાંથી જામીન મળતા ઉપરોક્ત પાંચેય સરકારી કર્મચારીઓ અત્યારે જામી મુક્ત થયા છે. પરંતુ મનરેગામાં બીજી અને ત્રીજી ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે.જેમાં દેવગઢ બારીયાના લવારીયા તેમજ ધાનપુરના ભાણપુરમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.આ કેસમાં અત્યારે તો બંને મંત્રી પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આમાં સરકારી કર્મચારીઓની પણ સંડોવણી હોવાથી તેમના સામે પણ ગુનો દાખલ થયો છે. આ પરિસ્થિતિમાં ધાનપુર અને બારીયા બન્ને સ્થળે મનરેગા શાખામાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક, ટેકનિકલ આસિસ્ટન્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસની રડારમાં છે. ભાણપુર અને લવારીયાના મનરેગા સમયે અત્યારે જામીનમુક્ત થયેલા સરકારી કર્મચારીઓ પફરજાધિન હતા. જોકે હવે પોલીસ તપાસમાં શું નીકળે છે. આ બંને કામોમાં તેમની કેટલી સંડોવણી છે. જેમાં પોલીસ તપાસના આધારે આ સરકારી કર્મચારીઓની મુશ્કેલી વધી શકે છે.