
સિંગવડ નગરની કબૂતરી નદીમા કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિના સમયે ચેકડેમ ઊંડા કરવાની કામગીરી કરતા ગેરરીતી ની આશંકા..
સિંગવડ તા. ૩
સિંગવડ નગર ના રણધીપુર ગામે જતા કબૂતરી નદીમાં ચેક ડેમ જુનો બનાવ્યા આવેલો હોય તેની પાછળના ભાગને ઊંડો કરવા માટેની કામગીરી સુજલામ સુફલામ અંતર્ગત કોઈ કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલ હોય જ્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા આ ચેકડેમને રાત્રિના સમયે ખોદવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જ્યારે તે જગ્યા ખોદકામ કરવાની હતી તેની પાસે માલિકી સર્વે નંબર વાળી જગ્યા આવેલી હોય તે જમીન માલિકને પૂછ્યા વગર ત્યાં ખોદકામ રાત્રિના ૧૦ થી ૧૨ ના વચ્ચે કરવામાં આવતા આ ખોદકામ થતાની જાણ જમીન માલિકને સવારે થતા તે જગ્યા પર આવીને જોતા તેના જમીનના સર્વે નંબર ની જોડે જ ખાડો પાડવાનું ચાલુ કરતાં તે કામ બંધ કરવામાં આવ્યું હતું. જ્યારે ચેકડેમ ઊંડો કરવા માટે ચેક ડેમની ની પાછળ નો ભાગ ઊંડો કરવાનો મૂકીને તે સાઇડ ઉપર ઊંડો કરવા લાગતા જમીન માલિક દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું અને જે જગ્યાએ ઊંડો કરવાની તે જગ્યા પર ઊંડો કરવાની કામગીરી હાથ ધરાઈ ન હોતી જ્યારે કોઈપણ સરકારી કામ સવારથી સાંજ સુધી કરવાનું હોય છે પરંતુ આ ચેકડેમ ઊંડો કરવા માટે રાત્રિના સમયે કામ ચાલુ કરવાનો મતલબ કે આ કામમાં ખાલી વેઠ ઉતારીને સરકારી રૂપિયા બારોબાર કરી લેવાનું કાવતરું બહાર આવ્યું તેવું લાગી રહ્યું હતું જ્યારે જે તે સરકારી ખાતા ના કામ કરવામાં આવી રહ્યું છે તો તે ખાતાના અધિકારી દ્વારા સ્થળ પર આવીને ધ્યાન આપવું જરૂરી બને છે પરંતુ સરકારી ખાતાના અધિકારી દ્વારા આવા કામો ને ધ્યાન પર લેવામાં નહીં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા આવા કામોમાં વેઠ ઉતારીને સરકારી રૂપિયા બારોબાર કરી લેતા હોય છે માટે જે ખાતા ના કામ આપ્યું હોય તેવા ખાતાના અધિકારીઓ દ્વારા તેની તટસ્થ તપાસ થાય અને રાત્રિના સમયે કામ ના થાય તેની પૂર્તિ કાળજી લેવી જોઈએ તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.