Thursday, 28/03/2024
Dark Mode

ઝાયડસ હોસ્પિટલના તબીબોએ 65 વર્ષીય વૃદ્વનું બ્રેસ્ટ કેન્સર નું સફળ ઓપરેશન કરી નવજીવન આપ્યું

January 18, 2022
        1925
ઝાયડસ હોસ્પિટલના તબીબોએ 65 વર્ષીય વૃદ્વનું બ્રેસ્ટ કેન્સર નું સફળ ઓપરેશન કરી નવજીવન આપ્યું

દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વધુ એક સફળ ઓપરેશન

ઝાયડસ હોસ્પિટલના તબીબોએ 65 વર્ષીય વૃદ્વ નું બ્રેસ્ટ કેન્સરનું સફળ ઓપરેશન કરી વૃદ્ધને  જીવનદાન આપ્યું

દાહોદ તા.17

પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરની ઘટનાઓ અને બીમારીઓ જુસ્સો ટકામાંથી માત્ર એક ટકા જોવા મળતી હોય છે અને આવો જ એક કિસ્સો દાહોદની ઝાયડસ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે જેમાં દાહોદ તાલુકામાં રહેતા એક ૬૫ વૃદ્ધને બ્રેસ્ટ કૅન્સર હોય જેનું સફળતાપૂર્વક દાહોદના ઝાયડસ હોસ્પિટલના તબીબોએ ઓપરેશન કરી વૃદ્ધને નવું જીવન દાન આપ્યું છે.

દાહોદ તાલુકાના જેકોટ ગામે રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધને છેલ્લા ઘણા સમયથી છાતીમાં તકલીફ પડતી હતી જેના લીધે તેમને તારીખ 28.12.2021ના રોજ દાહોદની ઝાયડસ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. વૃદ્ધનું સારવાર દરમિયાન બાયોસ્પી, યુએસજી અને સીટી સ્કેન સહિતના રિપોર્ટો કરવામાં આવ્યા હતા. વૃદ્ધના રિપોર્ટ જોઈ તબીબો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે, ખાસ કરીને મહિલાઓને સ્તન કેંસરની બીમારી રહેતી હોય છે પરંતુ માત્ર જૂજ સો ટકામાંથી માત્ર એક ટકા કેસો પુરુષોમાં જોવા મળતા હોય છે અને તેમાય 0.4 ટકા કરતા ઓછા વ્યક્તિઓમાં આ બ્રેસ્ટ કેંસરની બીમાર જોવા મળતી વૃદ્ધના રિપોર્ટમાં તેમને બ્રેસ્ટ કેન્સર હોવાનું તબીબોને જણાઈ આવ્યું હતું અને તાત્કાલીક તેઓને હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા તારીખ 06.01.2022 ના રોજ વૃદ્ધ નું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઓપરેશન કરવામાં તબીબો સફળ થયા હતા અને વૃદ્ધને નવું જીવતદાન મળ્યું હતું. તબીબો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે આ કેન્સર ખુબ જ આક્રમક સ્વરૂપ પણ છે તાત્કાલિક નિદાન અને સારવાર દર્દી માટે ઉત્તમ પરિણામો અને આયુષ્ય આપે છે.આ ઓપરેશનને સફળતાપૂર્વક દાહોદ ઝાયડસ હોસ્પિટલના ઑપરેટિંગ સર્જન ડો. ઋષીન પંડ્યા અને એનેસ્થેટિસ્ટ ડો. ધર્મેશ ગોહિલ સર્જીકલ યુનિટ – 2ની ટીમે ઓપરેશનને સફળતા પૂર્વક પાર પડ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!