více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદમાં PM મોદીના આગમન પૂર્વે શહેર શણગારાયું: 26 મેના રોજ સવારે 10 વાગ્યે ડોકી ખાતે કાર્યક્રમ,શહેરમાં ઠેર-ઠેર સ્વાગત બેનર્સ

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં PM મોદીના આગમન પૂર્વે શહેર શણગારાયું: 26 મેના રોજ સવારે 10 વાગ્યે ડોકી ખાતે કાર્યક્રમ,શહેરમાં ઠેર-ઠેર સ્વાગત બેનર્સ

દાહોદ તા.25

ગુજરાતના પૂર્વીય પ્રવેશદ્વાર દાહોદ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન 26 મે, 2025ના રોજ સવારે 10 વાગ્યે દાહોદ જિલ્લાના ડોકી ખાતે જિલ્લા સબ જેલ પાસે કાર્યક્રમમાં હાજરી આપશે.

દાહોદ નગરપાલિકા દ્વારા શહેરમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્ય માર્ગો, કાર્યક્રમનો રૂટ અને હેલિપેડની આસપાસના વિસ્તારોમાં ફૂલોની સજાવટ કરવામાં આવી છે. શહેરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.ગોવિંદનગર, સ્ટેશન રોડ અને ઝલોદ રોડ સહિતના મુખ્ય ચોક પર “સ્વાગતમ્ નમો દાહોદ” અને “વિકસિત ભારત, વિકસિત દાહોદ”ના બેનર્સ લગાવવામાં આવ્યા છે. સ્થાનિક શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે.શહેરની ગલીઓ અને માર્ગો રંગબેરંગી ઝાલરો અને ફૂલોની માળાઓથી સજાવવામાં આવ્યા છે. દાહોદવાસીઓ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. આ કાર્યક્રમ દાહોદના વિકાસના નવા અધ્યાયની શરૂઆત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard