
રાજેશ વસાવે :- દાહોદ
સ્માર્ટ સિટી દાહોદમાં શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, ટ્રાન્સપોર્ટેશન, પર્યટન ક્ષેત્રે વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ..
દાહોદમાં વડાપ્રધાનના હસ્તે 231.71 કરોડના ખર્ચે વિવિધ 11 પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે.!!
દાહોદ તા.24
દાહોદમાં આગામી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવનિર્મિત રેલ કારખાના તેમજ સ્માર્ટ સિટી સહિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતે આવી રહ્યા છે ત્યારે દાહોદમાં 21451 કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલ કારખાના તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં સામેલ 231.71 કરોડના 10 જેટલા પ્રોજેક્ટના લોકાર્પણ પણ થવાના છે. આ સાથે સ્માર્ટ સિટી દાહોદના મોટાભાગના પ્રોજેક્ટ પૂર્ણ થતા શહેરીજનો માટે ખુલ્લા મુકાશે. સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપની દ્વારા તૈયાર કરેલા 231.71 કરોડના વિવિધ પ્રોજેક્ટમાં 9.8 કરોડના ખર્ચે 11,00,000 લિટરની ક્ષમતા ધરાવતી નવીન પાણીને ટાંકી, 11.43 કરોડના ખર્ચે વિશાળ લાઇબ્રેરી, 18.14 કરોડના ખર્ચે ટ્રાઇબલ મ્યુઝિયમ, 19.21 કરોડના ખર્ચે સરકારી પ્રાથમિક શાળા, 16.10 કરોડના ખર્ચે દુધીમતિ રિવરફ્રન્ટ, 8.22 કરોડના ખર્ચે આધુનિક સ્મશાન, 18.78 કરોડના ખર્ચે નગરપાલિકા ભવન , 77.22 કરોડના ખર્ચે દાહોદના વિવિધ 11 સ્માર્ટ રોડ, 13.84 કરોડના ખર્ચે સિમેન્ટ હાઉસ કનેક્શન ચેમ્બર પ્રોજેક્ટ, તેમજ 26.54 કરોડના ખર્ચે ટ્રક ટર્મિનલ, તેમજ 17.15 કરોડના ખર્ચે નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમાં ફૂટબોલ ગ્રાઉન્ડ રનીંગ ટ્રેક, આરસીસી રોડ, ટેનિસ કોર્ટ,આર્ચરી, સ્વિમિંગ પૂલ સહિતના વિવિધ 17 જેટલી રમતગમતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં નાગરિકોની સુવિધા તેમજ પ્રવાસનને વેગ આપવા માટે 18.14 કરોડના ખર્ચે
નવનિર્મિત આદિવાસી ટ્રાબલ મ્યુઝિયમમાં
ભારતના અલગ અલગ રાજ્યોમાં તેમજ દેશવિદેશમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી સમાજની રહેણી કરની,સંસ્કૃતિ,પહેરવેશ,ખાનપાન, તેમના રીતરિવાજ સહિતની જાણકારીઓ ઊભી કરવામાં આવી છે. આ સાથે ઇન્ડોર તેમજ આઉટડોર મ્યુઝિયમ, વિશાળ પાર્કિંગ લોન ગાર્ડન,થિયેટર, એક્ઝિબિશન તેમજ કેન્ટિન સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.
*શહેરને પીવાનું પાણી પૂરું પાડવા 11 લાખ લિટરની ટાંકી તેમજ ગટર મુક્ત કરવા ભૂગર્ભ ગટર નખાઈ.*
દાહોદમાં પાણીની સમસ્યાઓના લીધે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 9.8 કરોડના ખર્ચે 11,00,000 લિટરની ક્ષમતા ધરાવતી વિશાળ પાણીની ટાંકી બનાવવામાં આવી છે. જેને કડાણા પાઇપ લાઇન સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ ટાંકી શરૂ થયા બાદ મહદઅંશે પાણીની સમસ્યા દૂર થશે. આ સાથે 13.84 કરોડના ખર્ચે સેવરેજ હાઉસ કનેક્સન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.ભૂગર્ભ ગટરના અમલથી શહેરી ઢાંચામાં મહત્વપૂર્ણ સુધારો થયો છે. આ પ્રોજેક્ટ હેઠળ ઘરોથી ભૂગર્ભ ગટરના નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે, જેના કારણે જૂના અને અસ્વચ્છ ખુલ નાલાઓને બદલી દેવામાં આવ્યા છે.આના પરિણામે શહેરમાં સાફસફાઈ અને જાહેર આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થશે.
*દુધીમતી રિવરફ્રન્ટ તેમજ આધુનિક સ્મશાન દાહોદની નવી ઓળખ બનશે..*
દાહોદની ઐતિહાસિક ધરોહર દૂધીમતી નદીના કિનારે 16.10 કરોડના ખર્ચે દુધીમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે. આ રિવરફ્રન્ટ નાગરિકો અને પ્રવાસીઓને મનોરંજનનું સ્થળ પ્રદાન કરશે.રિવરફ્રન્ટના ઘટકોમાં સમાવેશ થાય છે.જેમાં 1.3 કિમી પગપાળા માર્ગ અને જોગિંગ ટ્રેક,રિવરફ્રન્ટની સાથે,ગ્રીન એરિયાનો વિકાસ 20 પ્રકારના 750 નંગ સુંદર વૃક્ષારોપણ,25 પ્રકારના 40 હજારથી વધુ સુંદર સુગંધિત ફૂલોના છોડ,38750 ચોરસ ફૂટ ગ્રીન લૉન વિસ્તાર અને સિંચાઈ મેટ ડ્રિપ અને સ્પ્રિકનલર સિસ્ટમ, બાયો ટોઇલેટ, ડેકોરેટિવ લાઈટ્સ,રીટેનિંગ વોલ અને જીઓ સેલ સાથે નદી કાંઠાનું રક્ષણ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સાથે શહેરના જુના સ્મશાનની બાજુમાં જ 8.22 કરોડના ખર્ચે આધુનિક સ્મશાન બનાવવામાં આવ્યું છે.જેમાં ઇલેક્ટ્રિકલ 1 સ્મશાનગૃહ મશીન સ્ટેન્ડ સાથે ૫ સ્મશાનગૃહ ભઠ્ઠી,સ્મશાનગૃહ, વિધિ વિસ્તારનું મકાન, લાઇટિંગ, સામૂહિક વૃક્ષારોપણ, એપ્રોચ રોડ ડેવલપમેન્ટ અને નોંધણી કાર્યાલય સહ રહેણાંક મકાન, સામાન્ય સુવિધા સાથે, પ્લોટની આસપાસ રક્ષણાત્મક દિવાલ. પણી પુરવઠા લાઇટિંગ સુવિધા, ગટર લાઇન વગેરેની સુવિધા ઉભી કરવામાં આવી છે.
*સ્માર્ટ સરકારી શાળા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિશાલ લાઇબ્રેરી ભવન ઉભુ કરાયું.*
સ્માર્ટ સિટીમાં તમામ ભૌતિક સુવિધાઓની સાથે શૈક્ષણિક ક્ષેત્રે પણ દાહોદ પછાત ન રહી જાય તે માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 11.43 કરોડના ખર્ચે વિશાળ લાઇબ્રેરી, તેમજ 19.21 કરોડના ખર્ચે સ્માર્ટ સરકારી પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે.દાહોદ શહેર અને આજુ બાજુના વિસ્તારના વિધાર્થીઓ માટે કુમાર અને કન્યા શાળા દાહોદનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ નવા મકાનમાં કુલ 3 માળ અને બેસમેન્ટ પાર્કિંગ સાથે અંદાજે ૯૦૦ વિદ્યાર્થી માટે કુલ ૩૦ કલાસરૂમ, કોમ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગ શાળા, તેમજ મધ્યાન ભોજન માટે ની વ્યવસ્થા, વિશાળ પ્લે ગ્રાઉન્ડ, સીસી ટીવી કેમેરા, ફાયર સેફટી જેવી વિવિધ સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ભવ્ય પુસ્તકાલયનું નિમાર્ણ થયું છે.જેમા ચાર માળના મકાન ની વ્યવસ્થા જેમા ૨૦૦ વાચકો અને વિધાથીઓ માટે સુંદર અને શાંત વાતાવરણ અને વિવિધ વિભાગો જેમ કે સિનિયર સિટીઝન માટેનો વિભાગ, દિવ્યાંગ માટેનો વિભાગ રાખવામાં આવેલ છે. તથા વિવિધ સુવિધાઓ જેવી કે રિસર્ચ રૂમ, મિટિંગ રૂમ,અને કેટલોગ રૂમ બનાવમાં આવેલ છે. જેનાથી વાચકો એકદમ આરામ થી વાંચન અને રિસર્ચ નુ કામ કરી શકે. આ પુસ્તકાલય માં ફાયર સેફટી અને વિજળી ની બચત માટે સોલાર પેનલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
*સ્માર્ટસિટી પ્રોજેક્ટમાં નવીન નગરપાલિકા ભવન તેમજ દાહોદના વિવિધ 11 માર્ગોને સ્માર્ટ રોડ તરીકે વિકસાવ્યા..*
18.78 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાવાળું નવીન નગરપાલિકા ભવન જેમાં બેસમેન્ટ અને ગ્રાઉન્ડ પાર્કિંગ વાળું 4 માળનું ગ્રીન બિલ્ડિંગ જેનો કુલ પ્લોટ એરિયા 3182 ચો.મી.,બેસમેન્ટ 1446 યૉ. મી. અંદાજે 100 ગાડીનું પાર્કિંગ ગ્રાઉન્ડ ફ્લોર પર 1354 ચો.મી. દ્વિચક્રી વાહન નું પાર્કિંગ પહેલા માળે 1510 ચૉ.મી. બીજા માળે 1510 ચૉ.મી અને ત્રીજા માળે 1510 ચૉ.મી અધિકારીઓની ઓફીસ,ફાયર સિસ્ટમ સાથે વીજળી ઉત્પાદન સાથેની સુવિધા ઉભી કરાઈ છે. સાથે શહેરના આશરે ૧૬.૦ કિમીના મુખ્ય રસ્તા પૈકી ૨.30 કિમી સી.સી.રોડ અને ૧૩.૭ કિમી માં ડામર સપાટીના પહોળા રોડ બનાવી તેની સાથે ફૂટપાથ અને ગાડી મુકવા માટે પાર્કિંગ તેમજ રોડ પર લાઈટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જરૂરિયાત મુજબ રોડની મધ્યમાં ડિવાઈડર અને સ્ટીલની જાળી,રોડની બાજુમાં પાર્કિંગ પાસે ડેકોરેટિવ લાઈટ,વાહન ચાલકોને સેફટી માટે થર્મોપ્લાસ્ટ પટ્ટા પાડી તેની બાજુમાં કેટ આઈ તેમજ સોલરરિફ્લેકટર લગાવેલ છે. જેનાથી રોડની એલાઈમેન્ટનું માર્ગદર્શન દિવસ અને રાત્રી દરમ્યાન સારી રીતે થાય છે. જેથી ટ્રાફિક નિયમન જળવાઈ રહે તેમજ અકસ્માત થતો અટકી શકે.તેમજ વિવિધ જગ્યા પર દીવાલ પર 3-ડી પેઈન્ટીંગ કરવામાં આવેલ છે. લોકોને બેસવા માટે વિવિધ જગ્યા પર બેંચ મુકવામાં આવેલ છે. કચરો રસ્તા પર ના થાય તે માટે વિવિધ જગ્યા પર કચરા પેટી લગાવવામાં આવેલ છે.
*આધુનિક સુવિધા સાથેનો ટ્રક ટર્મિનલ ટ્રાન્સપોર્ટેશનમાં મદદગાર સાબિત થશે.*
સ્માર્ટ સિટીમાં ટ્રાન્સપોર્ટેશન માટે 26.54 કરોડના ખર્ચ ટ્રક ટર્મિનલ બનાવવામાં આવ્યું છે.આ ટ્રક ટર્મિનલમાં ૫૫ એકર પર ગોડાઉન, ડોર્મિટરી કમ ઓફિસ, ૧૩૭૦૦ ચોરસ મીટર પાર્કિંગ સુવિધાઓ સાથે ૨૫ ગોડવોન, રોડ ફ્રન્ટમાં ૯ દુકાનો, ૧ કોન્ફરન્સ/કમ ઇવેન્ટ હોલ, વહીવટી કાર્યાલય, ડ્રાઇવર રેસ્ટ માટે ડોર્મિટરી, કોમન ટોઇલેટ સુવિધા, ફાયર ફાઇટીંગ સિસ્ટમ, ૨૦૦ કિલોવોટ સોલર સિસ્ટમ, સીસીટીવી, પીએ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ, ૨૦૪ ઝાડ અને ૨૫૫ ઝાડીઓ તેમજ ૩૨૯૫ ચોરસ મીટર લૉન વિસ્તાર. સિંચાઈ, પાણી પુરવઠા લાઇટિંગ સુવિધા, સ્ટ્રોમ વોટર, ગટર લાઇન રોડ ડેવલપમેન્ટ સેફ્ટી કમ્પાઉન્ડ વોલ વગેરેની સુવિધા ઉભી કરવામાં આવી છે.