
રાજેશ વસાવે :- દાહોદ
PM મોદીના દાહોદ પ્રવાસની તૈયારી:ઈન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરનું હેલીપેડ ઉપર ઉતરાણ..
એસ.પી.જી તેમજ પોલીસે રિહર્સલ અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી…
દાહોદ તા.24
દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી પ્રવાસને લઈને તંત્ર સજ્જ થઈ રહ્યું છે. વડાપ્રધાન 26 મે ના રોજ દાહોદની મુલાકાતે આવી રહ્યા છે. આજે દાહોદ નજીક ડોકી ખાતે બનાવવામાં આવેલા હેલીપેડ પર ઇન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર ઉતર્યું હતું.
હેલીપેડની આસપાસ મજબૂત રેલિંગ ઊભી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ અને એરફોર્સના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે. એરફોર્સે હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરીને હેલીપેડ અને આસપાસના વિસ્તારની સુરક્ષાની ખાતરી કરી છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે કાર્યક્રમ સ્થળની તૈયારીઓ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાં સફાઈ થઈ રહી છે. રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે. ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી રહી છે.વડાપ્રધાન એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા દાહોદ આવશે. તેમના પ્રવાસ દરમિયાન વિકાસલક્ષી 24 હજારથી વધારે રકમના 19 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.