více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે કતલખાના માંથી બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા ઝડપાયેલો માસનો જથ્થો ગાયનો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો*

Editor Dahod Live
4 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે કતલખાના માંથી બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા ઝડપાયેલો માસનો જથ્થો ગાયનો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો*

*ફતેપુરાના કરોડિયા પૂર્વમાં ગાયની હત્યા કરી માસનો વેપલો કરતો કસાઈ ફરાર:તાલુકામાં ચાલતા કતલખાનાઓ બંધ કરવા પ્રજાની માંગ*

સુખસર,તા.23

 ફતેપુરા તાલુકાના કરોડિયાપૂર્વ ગામે રહેતા સલમાન હક્કા મતાદારના મકાનમાં ગૌવંશની હત્યા કરી તેના માસનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી બજરંગ દળ તેમજ ગૌરક્ષક સમિતિના સભ્યોને મળી હતી.આ બાતમીના આધારે ગૌરક્ષક સમિતિના સભ્યો તેમજ બજરંગ દળના સભ્યો સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા સ્થળ ઉપરથી મોટી માત્રામાં ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો.ગૌ માસનો જથ્થો જોતાની સાથેજ બજરંગ દળ તેમજ ગૌરક્ષક સમિતિના સભ્યોએ તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.ફતેપુરા પોલીસ સ્ટેશનને જાણ થતા ફતેપુરા પી.આઇ જે.એમ ખાંટ તેમજ પી.એસ.આઇ જે.કે રાઠોડ સ્થળ ઉપર પહોંચી મુદ્દામાલ કબજામાં લઇ માંસનો જથ્થો ગૌવંશનો છે કે કેમ?તેની તપાસ માટે મોકલી આપ્યો હતો.ત્યારે આ રિપોર્ટ આજે આવતા ગૌ હત્યા કરવામાં આવી છે તેનો ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

          ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે નવી વસાહતમાં રહેતા સલમાન હક્કા મતાદાર પોતાના રહેણાંક મકાનમાં કતલખાનુ ચલાવતો હતો. ત્યારે વહેલી સવારે ગૌ રક્ષક‌ દળના સભ્યોને ચોક્કસ બાતમી મળેલી કે, ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે નવી વસાહતમાં સલમાન હક્કા મતદારના મકાનમાં ગાયની હત્યા કરીને તેના માસનું વેચાણ કરી રહ્યો છે.તેવી ચોક્કસ મળેલી બાતમીના આધારે ગૌરક્ષક સમિતિના સભ્યો તેમજ બજરંગ દળના સભ્યો દ્વારા વહેલી સવારે સલમાન હક્કા મતાદારની ઘરની તપાસ કરતા ઘરમાં મોટી માત્રામાં માસનો જથ્થો મળી આવ્યો હતો.મોટી માત્રામાં માસનો જથ્થો જોઈ બજરંગ દળ તેમજ ગૌરક્ષક સમિતિના સભ્યો દ્વારા ફતેપુરાના પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ફતેપુરા પી.આઇ જે.એમ ખાંટ તેમજ પી.એસ.આઈ જે.કે રાઠોડ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.સ્થળ ઉપરથી માસનો જથ્થો તેમજ તે કામ માટે વપરાયેલા સાધનો કબ્જામાં લઈને માસનો જથ્થો ગૌ વંશનો છે કે કેમ? તેની તપાસ માટે માસના નમુના એફ.એસ.એલમાં મોકલી આપવામાં આવ્યો હતો.ત્યારે આજે આ એફ.એસ.એલ નો રિપોર્ટ આવતા માસનો જથ્થો ગાયનો હોવાનો પુરાવા થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

                 સલમાન હક્કા મતદારના કતલખાનામાં ગૌહત્યા કરવામાં આવી હતી .આ ગૌ હત્યાનો મુખ્ય આરોપી સલમાન હક્કા મતાદાર ફરાર છે.જોકે ગાય જેવા પશુને મારવા માટે ફક્ત એકજ વ્યક્તિથી આ કાર્ય થઈ શકે તેમ નથી.આ કાર્યમાં સંડોવાયેલા બીજા કેટલા વ્યક્તિ છે તેમનું નામ ખુલશે કે કેમ?તેમની ધરપકડ થશે કે કેમ?આવું કૃત્ય કરતા બીજી વાર કોઈ વ્યક્તિ સો વખત વિચારે તેવો દાખલો બેસાડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

          ઉલ્લેખનીય છે કે,ફતેપુરા તાલુકો રાજસ્થાની સરહદને અડીને આવેલો તાલુકો હોવાથી આ તાલુકામાં મોટે ભાગે રાજસ્થાન રાજ્યમાંથી બેરોકટોક પશુઓની હેરાફેરી કરીને આવા મૂંગા પશુઓને બેરોકટોક કતલ કરીને તેના માસનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોવાની બૂમ વારંવાર ઉઠી રહી છે.તથા આ માસનું વેચાણ ફતેપુરા તાલુકામાં તેમજ અન્ય તાલુકાઓમાં પણ કરવામાં આવે છે ત્યારે આવા બે રોકટોક ચાલતા કતલખાના ઉપર ક્યારે રોક લાગશે ? આ કતલખાનાઓ બંધ થશે કે કેમ ? તેવા સવાલ પ્રજાના મનમાં ઊઠી રહ્યા છે.કરોડિયા પૂર્વ ગામે કતલખાનામાં થયેલી ગૌહત્યાને લઈને ફતેપુરા તેમજ કરોડીયાપૂર્વ ગ્રામ પંચાયત સફાળું જાગ્યું અને તાત્કાલિક ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાનાઓ બંધ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.જ્યારે સલમાન હક્કા મતાદારના કતલખાનાનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે.આવા બીજા કેટલાય કતલખાનાઓ ઉપર ઓચિંતી મુલાકાત કરવામાં આવે તો આવો ગોરખ ધંધો મોટી માત્રામાં ઝડપી શકાય તેમ છે.તેવી ચર્ચા લોકમુખે સાંભળવા મળી રહી છે .

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard