více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદમાં કમોસમી વરસાદ બાદ બફારાની અસહ્ય અસર, શહેરીજનો ત્રાહિમામ વરસાદ પછીના દિવસે તાપમાન 36 ડિગ્રી પહોંચતાં ભેજ 51 ટકા સુધી ગયો; હળવો પવન અને વીજ વિઘટનથી ગરમી વધુ વિકટ બની

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં કમોસમી વરસાદ બાદ બફારાની અસહ્ય અસર, શહેરીજનો ત્રાહિમામ

વરસાદ પછીના દિવસે તાપમાન 36 ડિગ્રી પહોંચતાં ભેજ 51 ટકા સુધી ગયો; હળવો પવન અને વીજ વિઘટનથી ગરમી વધુ વિકટ બની

દાહોદ તા. 22

દાહોદ જિલ્લામાં સાયકલોનીક સર્ક્યુલેશન ની અસર ના પગલે ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગઈકાલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આજે દિવસ પર બફારાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. દાહોદમાં આજે ગરમીનું પ્રમાણ ઓછું હતું. બપોરના બે વાગ્યાના આસપાસ 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પરંતુ હવામાન ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયો હતો. વરસાદ પછી બીજા દિવસે સૂર્ય નીકળતા ની સાથે બપોરાની શરૂઆત થઈ હતી અને બપોર સુધીમાં તો શહેરીજનો પરસેવે રેબજેબ થઈ ગયા હતા. એટલું જ નહીં પવનની ગતિ પણ માત્ર આઠ કિલોમીટર પ્રતિ કલાકની હતી. જેના પગલે ગરમી અને અસહ્ય બફારાથી લોકો કંટાળી ગયા હતા. તો કેટલાક વિસ્તારમાં બપોરના સમયે વીજળી જતા જે તે વિસ્તારના લોકો બફારા અને ગરમીના કારણે શેકાંઈ ગયા હતા. દિવસ દરમિયાન સુરજ તપતા ભેજનું પ્રમાણ પણ વધી જતા ગરમીથી રાહત આપતા એસી કુલર પંખા જેવા યાંત્રિક ઉપકરણો પણ વામણા પુરવાર થયા હતા.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard