Saturday, 21/06/2025
Dark Mode

દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જેલભેગા, શ્રીરાજ કન્સ્ટ્રકશન દ્વારા 82 લાખના બીલોની તપાસ શરૂ,વડાપ્રધાનના કાર્યક્રમની બેઠકમાં મંત્રી ગેરહાજર

May 18, 2025
        1664
દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જેલભેગા,  શ્રીરાજ કન્સ્ટ્રકશન દ્વારા 82 લાખના બીલોની તપાસ શરૂ,વડાપ્રધાનના કાર્યક્રમની બેઠકમાં મંત્રી ગેરહાજર

દાહોદ live:- દાહોદ 

દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જેલભેગા,

શ્રીરાજ કન્સ્ટ્રકશન દ્વારા 82 લાખના બીલોની તપાસ શરૂ,વડાપ્રધાનના કાર્યક્રમની બેઠકમાં મંત્રી ગેરહાજર

મંત્રીપુત્ર બળવંતની ભથવાડા ટોલનાકા તેમજ TDO ની અમદાવાદ થી ધરપકડ…

દાહોદ તા. 17

દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જેલભેગા, શ્રીરાજ કન્સ્ટ્રકશન દ્વારા 82 લાખના બીલોની તપાસ શરૂ,વડાપ્રધાનના કાર્યક્રમની બેઠકમાં મંત્રી ગેરહાજર દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જેલભેગા, શ્રીરાજ કન્સ્ટ્રકશન દ્વારા 82 લાખના બીલોની તપાસ શરૂ,વડાપ્રધાનના કાર્યક્રમની બેઠકમાં મંત્રી ગેરહાજર

દાહોદમાં બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં પોલીસે પંચાયત અને કૃષિ મંત્રી પુત્ર સહિત બે લોકોની ધરપકડ કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસે મંત્રી પુત્ર તેમજ તત્કાલીન TDO ની અટકાયત કરી પુરાવા સહિત મેરેથોન પૂછપરછ હાથ ધરી હતી. તેમજ આજરોજ બંનેને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જે સંદર્ભે કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મનરેગા કૌભાંડમાં ઇન્વેસ્ટિગેશન કરનાર પોલીસની ટીમ દ્વારા ઉપરોક્ત બંનેને અલગ અલગ સ્થળેથી ધરપકડ કરી હતી.

દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જેલભેગા, શ્રીરાજ કન્સ્ટ્રકશન દ્વારા 82 લાખના બીલોની તપાસ શરૂ,વડાપ્રધાનના કાર્યક્રમની બેઠકમાં મંત્રી ગેરહાજર

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તેમજ ધાનપુરના ત્રણ ગામોમાં મનરેગા અંતર્ગત 71 કરોડના કામોમાં ગેરેરીતિ આચરાઈ હોવાનું સામે આવ્યું હતું.જેમાં 35 એજન્સીઓ સામે નામજોગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.જેમા આ કેસમાં ઇન્વેસ્ટિગેશન કરનાર ટીમે અગાઉ પકડાયેલા પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ વિવિધ બિંદુઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. અને અંતે ઉપરોક્ત ત્રણેય ગામોમાં કાગળ ઉપર જે કામ બતાવવામાં આવ્યા હતા.તે કાકોમાં એજન્સીની ભૂમિકા, ટેકનિકલ તેમજ ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા હતા.અને સ્થળ પર અધૂરા કામો તેમજ L1 સિવાયની એજન્સીઓને એકબીજા સાથે મેળાપીપળા કરી સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું સ્પષ્ટ થતા અંતે પંચાયત તેમજ કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર તેમજ શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ.પીપરોના માલિક બળવંત ખાબડ તેમજ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરી જેલભેગા કર્યા છે. અને રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન આ કથીત કૌભાંડમાં તેમની ભૂમિકા તેમજ અન્ય કેટલા લોકોની તેમના જોડે સંડોવણી છે. તે અંગે તપાસનો દોર લંબાવ્યો છે. ત્યારે મનરેગા કૌભાંડમાં હવે પ્રોપરાઇટરોનો ધરપકડનો દોર શરૂ થયો છે. જેમા હવે આગળના સમયમાં કોની ધરપકડ ક્યારે થાય છે. કેટલા લોકોની સંડોવણી બહાર આવે છે તે જોવું રહ્યું.

*શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ.પીપેરો એ 82 લાખની સરકારી નાણાંની છેતરપિંડી કરી.* 

 બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રકશન કંપનીએ 82 લાખ ઉપરાંતના માલ સામાનની સપ્લાય કરી હતી. જે અંગે પોલીસે ડોક્યુમેન્ટ પુરાવા, સ્થળ પરના કામોનો સ્ટેટસ, તેમજ અન્ય પેમેન્ટના ચુકવણાની તપાસ હાથ ધરતા મંત્રી પુત્રની એજન્સી એ 82 લાખના ગોટાળા કર્યા હોવાનું સ્પષ્ટ થતા મનરેગા કૌભાંડમાં સીધી રીતે તેમની સામે આવી છે. જેને લઈને આ કૌભાંડની તપાસમાં ઇન્વેસ્ટિગેશન કરનાર પોલીસની ટીમે તેમને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર સ્થિત ભથવાડા ટોલનાકા પરથી ધરપકડ કરતા જેલ જવાનો વારો આવ્યો છે.

*તત્કાલીન દેવગઢબારિયા ટીડીઓની અમદાવાદ હાઇવે પરથી ધરપકડ..*

 મનરેગા કૌભાંડમાં દેવગઢ બારીયાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની પોલીસે અમદાવાદ મહેમદાવાદ હાઇવે ઉપરથી ધરપકડ કરી છે. પકડાયેલા દર્શન પટેલ ગત તારીખ 01.11.2024 થી 21.12.24 24 સુધી દેવગઢબારિયા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજાધીન હતા.તેમજ મનરેગાના કામોમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે તેમની ડ્યુટી હતી. તેઓએ પોતાના કાર્યકાળમાં ફરજ પર બેદરકારી દાખવી સરકારી નિયમ અને પ્રોસેસને ફોલો કર્યા વગર સ્થળ પર થયેલા અધૂરા કામો તેમજ બિનપાત્રતા ધરાવતી એજન્સીઓ દ્વારા કાગળ પર બતાવેલા કામોની સ્થળ વિઝીટ કે થયેલા કામોનું સુપરવિઝન કર્યા વગર એજન્સી તેમજ તેમના પ્રોપરાઇટરને લાભ પહોંચાડવા માટે તેમના પદનો દુરુપયોગ કરી એજન્સીના પ્રોપોરાઇટર જોડે મેળાપીપળા કરી સરકારી તિજોરી પર ચૂનો ચોપડયો હતો. અને તેઓ હાલ ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

*પ્રોપરાઇટરો પુરાવા જોડે ચેડાં ન થાય માટે પ્રોપોરાઈટરોનું ના નામ જાહેર કર્યા નથી.*

 મનરેગા કૌભાંડમાં પોલીસ અલગ અલગ બિંદુઓ ઉપર અત્યારે તપાસનું ફોકસ કરી રહી છે. પોલીસ પાસે તમામ પ્રોપરાઇટરોના નામ આવી ગયા છે. પરંતુ તે તમામ નામો અત્યારે જાહેર રાખવામાં આવ્યા નથી કારણ કે પોલીસની તપાસ અત્યારે અંડર ઇન્વેસ્ટિગેશન છે સાથે અત્યારે જો પ્રોપરાઇટરોના નામ સાર્વજનિક થાય તો તેઓ પુરાવા છુપાવી શકે છે. ચેડા કરી શકે છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસનું કામ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. માહિતી શેર કરવાથી આરોપીઓને લાભ થઈ શકે તેમ હોવાથી પ્રોપોરાઇટરોના નામ સાર્વજનિક થયા નથી.

*વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડ ગેરહાજર રહ્યા.*

 દાહોદમાં આગામી 26 મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવવાના હોય તેમના કાર્યક્રમને લઈને પ્રભારી મંત્રી કુબેર ડીંડોર ની આગેવાનીમાં મીટીંગ યોજાઇ હતી જે મિટિંગમાં કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર, સાંસદ જશવંત ભાભોર, ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી એસપી,તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. મંત્રી પુત્રની ધરપકડ થયા બાદ યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડ ગેરહાજર રહેતા તરેહતરેહની ચર્ચાઓ ઉઠી હતી.

*મનરેગા કૌભાંડમાં આટલા લોકો સામે કાર્યવાહીના ભણકારા..*

 ધાનપુર દેવગઢ બારિયામાં થયેલા કથિત કૌભાંડમાં 25.04.2025 ના રોજ થયેલી ફરિયાદમાં દેવગઢ બારીયાની 28 તેમજ ધાનપુરની 7 મળી 35 એજન્સીઓ સામે ગુના દાખલ થયા હતા.જેમા પોલીસ તપાસમાં 38 જેટલા પ્રોપરાઇરો તેમજ 13 થી વધુ સરકારી તેમજ કરાર આધારિત કર્મચારીઓ ઉપર કાર્યવાહીની ગાજ ઉતરી શકે છે. એજન્સીઓમાં કેટલીક એજન્સીમાં એક કરતાં વધુ પ્રોપરાઇટર, કેટલીક એજન્સીમાં સાઇલેન્ટ પ્રોપોરાઇટરનો સમાવેશ થાય છે. પોલીસ અત્યાર સુધીમાં સરકારી તેમજ કરાર આધારિત કર્મચારીઓમાં બે ગ્રામ રોજગાર સેવકો, બે એકાઉન્ટ આસિસ્ટન્ટ, એક ટેકનિકલ આસિસ્ટન્ટ, એક તાલુકા વિકાસ અધિકારી, તેમજ શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ. પીપેરોના માલિક બળવંત ખાબડની ધરપકડ કરી છે. જોકે આ કેસમાં આગળ તપાસ દરમિયાન વધુ નામો પણ ખુલવાની શક્યતા સેવાઈ રહી છે.

*પોલીસ મનરેગાના કામોમાં પ્રોસેસમાં આ પ્રમાણે તપાસ કરી રહી છે.*

 મનરેગા યોજનામાં આવતા કામોમાં સરકાર દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓ કર્મચારીઓ તેમજ પદ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. દરેક કામોમાં તેમની જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે. મનરેગાના કથિત કૌભાંડમાં GRS એટલે કે ગ્રામ રોજગાર સેવક, TA ટેકનિકલ આસિસ્ટન્ટ, AWS આસિસ્ટન્ટ વર્ક સુપરવાઇઝર, APO આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ,AAE એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, તેમજ TDO/PO તાલુકા વિકાસ અધિકારી કમ પ્રોગ્રામ ઓફિસર તરીકે સરકારી અધિકારી કર્મચારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ પદાધિકારીઓમાં સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય,જિલ્લા પંચાયત સદસ્ય, નિયુક્ત કરવામાં આવ્યા છે આ તમામની જવાબદારી ને ધ્યાને લઈ ઉપરોક્ત ત્રણેય ગામોમાં જવાબદારો દ્વારા શું રોલની નિભાવવામાં આવ્યો હતો. તેમની ભૂમિકા શું હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

*દેવગઢબારિયા તેમજ ધાનપુરના 179 ગામોમાં થયેલા મનરેગાના કામોમાં તપાસ અનિવાર્ય બની..*

 દેવગઢબારિયા તેમજ ધાનપુરના ત્રણ ગામોમાં 71 કરોડના કામોમાં પ્રાથમિક તપાસમા ગેરરીતિ સામે આવી છે. તો બંને તાલુકાના 179 ગામોમાં થયેલા મનરેગાના કામોમાં કેટલી ગોબાચારી આચારવામાં આવી હશે. તેની ગણતરી કરવી પણ મુશ્કેલ છે. આગામી સમયમાં પંચાયત તેમજ પોલીસની વધુમાં વધુ અધિકારીઓની એસઆઇટી ની ટીમ બનાવી બંને તાલુકામાં કાગળ પર થયેલા કામો અને સ્થળ પર કરેલા કામોની તપાસ કરવામાં આવે તો તપાસ પણ ઝડપથી થાય અને મનરેગા કૌભાંડ કેટલું મોટું છે. તે અંગે પણ સ્પષ્ટતા થાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!