
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ મામલતદાર કચેરી ખાતે તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ
ઝાલોદ તા. 21
ઝાલોદ મામલતદાર કચેરી ખાતે પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીનાની અધ્યક્ષતામાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ ની બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટેનાં ઝાલોદ તાલુકાનાં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ સદરવાર આયોજનની કાર્યવાહી સમિતિના જોગવાઈ હેઠળ મળવાપાત્ર ગ્રાંટ, અંદાજીત રકમ 35 કરોડની જોગવાઈ તાલુકા કક્ષાની જોગવાઈ હેઠળના કામોનું કાર્યવાહક સમિતિ મારફત આયોજન કરવા સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકમાં ગુજરાત પેટર્ન હેઠળ સદરવાર આયોજનની વિગતો જેવી કે પાક અને કુષિ વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યો ઉધોગ, વન નિર્માણ, સંહકાર , ગ્રામ્ય વિકાસ,નાની સિંચાઇ, વિસ્તાર વિકાસ, ગ્રામ્ય વિજળી કરણ,ગામ અને લઘુઉધોગ ,રસ્તા અને પુલો, અન્ન નાગરિક પુરવઠા, સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને જાહેર આરોગ્ય, પાણી પુરવઠો કેપીટલ આઉટ લે., પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર, પોષણ ( એમડીએમ-2 ) મધ્યાહન ભોજન યોજના ( એમડીએમ ) જેવા માળખાગત વિકાસનાં કામો ના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પ્રાયોજના વહીવટદાર શ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસ કીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી. બેઠકમાં ઝાલોદ 130 વિધાનસભાનાં ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન સવસીંગભાઇ વસૈયા, પુર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, ઝાલોદ વિકાસ અધિકારીશ્રી કે એચ ગઢવી, ઝાલોદ મામલતદારશ્રી શૈલેન્દ્ર પરમાર, તાલુકા આરોગ્ય અધિકારી તુષાર ભાભોર, તાલુકા પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.