*સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

*સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ*

સુખસર,તા.29

 સુખસર તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.29 ઓગસ્ટ એટલે રાષ્ટ્રીય રમત દિવસ.સૌપ્રથમ આચાર્ય દ્વારા ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? કેમ ઉજવવામાં આવે છે?અને આપણે કેવી રીતે ઉજવવો જોઈએ તે વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

        રાષ્ટ્રીય ખેલ દિવસ એ મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે.પુરા દેશમાં તેમના જન્મ દિવસને ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.મેજર ધ્યાનચંદને હોકીનો જાદુગર પણ કહેવામાં આવે છે.કારણ કે તેમની આગેવાનીમાં ભારત ત્રણવાર હોકી માં ચેમ્પિયન બન્યું હતું.તેમણે સૌથી વધારે ગોલ કર્યા હતા તેથી તેમના જન્મદિવસને ખેલ દિવસ તરીકે ઉજવણી કરે છે.આ દિવસે દિલ્હી ખાતે રમત ગમત ક્ષેત્રે ખૂબ સારો પ્રદર્શન કરનારને મેજર ધ્યાનચંદ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવે છે.હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે. અને આ રમત આ વિસ્તારના બાળકો ખૂબ જ રમતા હોય છે અને પ્રચલિત છે.પરંતુ તેને ઘોટો નામથી ઓળખે છે. આ રમતમાં ગ્રામ્ય વિસ્તારના બાળકો ખૂબજ માહિર હોય છે.પરંતુ ધીરે ધીરે આ રમત ભૂલતી જાય છે .આજના મોબાઇલના યુગમાં બાળકો મોબાઇલમાં ગેમ રમતા હોય છે.મોટા ભાગનો સમય બરબાદ કરે છે.જેથી આજના દિવસે શાળામાં વિવિધ રમતો હોકી,કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું.બાળકો એ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો.અને આ રીતે ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article