
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં ફોર વહીલર ગાડીની અડફેટે 4 મહિલા સફાઈ કર્મીઓ ઈજાગ્રસ્ત
દાહોદ તા. 21
દાહોદ શહેરના બિરસા મુન્ડા સર્કલ પાસે રાત્રીના સમયે માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે કાબુ બનેલી ફોર વહીલર ગાડીએ રાત્રી દરમિયાન સફાઈ કરી રહેલા સફાઈ કર્મીઓને અડફેટમાં લીધા હતા જેમાં ચાર મહિલા કર્મીઓને ઓછી વત્તી ઈજાઓ પહોંચતા તેઓને નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર સફેદ કલરની GJ 20 A 7422 નંબરની ફોર વહીલર ગાડીને કબ્જે લઇ અકસ્માત અન્વયે ગુનો દાખલ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રી દરમિયાન સફાઈ કરી રહેલા સફાઈ કર્મીઓ પાસે સેફટી એયુવમેન્ટ પણ નહોતા અથવા કોઈ દિશા સૂચક બોર્ડ પણ લાગેલો નહોતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની બનવા પામી નહોતી પરંતુ આવી ગંભીર બેદરકારી દાખવનાર એજન્સી સામે ચોક્કસ પણે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ રાત્રી દરમિયાન કામ કરનાર કર્મચારીઓ સેફટી એક્યુવમેન્ટ સાથે કામ કારે છે કે નથી તે અંગે તપાસ હાથ ધરવી જોઈએ તે જનહિતમાં છે