
સંતરામપુર તાલુકામાં ઉનાળો શરૂ થતા પાણી માટેનો સંકટ વધ્યો: નદીમાં અને હેડ પંપમાં પાણીના સ્ત્રોત ઘટી ગયા..
નલ સેજલ યોજના નિષ્ફળ..
સંતરામપુર તા. 2
સંતરામપુર તાલુકાના પૂર્વ વિભાગમાં ઉખરેલી બટકવાડા ભંડારા ખેડાપા ભાણા સીમલ સીમલીયા સરાડ સરમી કોતરા નવાગરા આ તમામ ગામોમાં પૂર્વ વિસ્તારમાં ઉનાળો શરૂ થતા જ પાણીની સૌથી મોટી સમસ્યા જોવા મળી આવતી હોય છે આ વિસ્તારોમાં ખેડૂતોને સૌથી વધારે પશુઓને જીવિત રાખવા માટે ચિંતા રહેતી હોય છે કારણ કે આ વિસ્તારમાં ખેતી અને પશુપાલક પર જ મોટાભાગના ખેડૂતો નિર્ભર રહેતા હોય છે અત્યારથી સંતરામપુર તાલુકાની આ ગામની અંદર નદીઓ ખાલીખમ જોવા મળી આવેલી છે કોતરો કુવાઓ સૂકા ભટ્ટ અત્યારે થઈ ગયેલા છે પશુઓની ઘર વપરાશ માટે અને પીવાના પાણી માટે દૂર દૂરથી પાણી લાવવું પડતું હોય છે જ્યારે સંતરામપુર તાલુકા ના ખેડાપા ગામે એક ફળિયામાં એક જ હેડફોન હોવાના કારણે 20 જેટલા પરિવારો એક જ હેડ પંપ પર નિર્ભર રહેતા હોય છે પાણી પુરવઠા ન વાસ્મો યોજના પાણી પુરવઠા વિભાગ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચને પાણીના મોટા મોટા ટાકાઓ બનાવેલા છે અને દરેક ગામોની અંદર યોજના નલ સેજલ યોજના પણ નિષ્ફળ ગયેલી છે સરકારે આટલી મોટી રકમ ખર્ચ્ય પછી પણ સંતરામપુર તાલુકાના અંતરિય વિસ્તારમાં 15 થી 20 જેટલા ગામોમાં અત્યારે પણ પાણી માટે વલખા મારવા પડતા હોય છે સરકારની યોજના આખરે કરોડ રૂપિયા ખર્ચેલા પાણીમાં જ ગયા તેની પાછળનું તંત્ર જવાબદાર કે કોણ તે ખરેખર સૌથી મોટો પ્રશ્ન ઉભો થયેલો છે એક હેડ પંપ પર એક બેડું પાણી ભરવા માટે અડધો કલાક સમય લેવો પડતો હોય છે કારણ કે 20 જેટલા પરિવારોને આખા દિવસમાં પાંચથી છ બેડા પાણી ભરવા મળતું હોય છે આવા વિસ્તારમાં પાણી સુવિધા કરવામાં આવે ગ્રામજનોની માંગ પણ ઊભી થયેલી છે
ગામમાં 20 પરિવારો વચ્ચે એક જ હેડપંપ કાર્યરત છે. :- ખાતુભાઈ પશુપાલક
ખેડાપા ગામમાં અમારા ફળિયામાં આ એક જ હેડ પંપ છે જેમાં 20 થી 15 પરિવારો આ હેડ પંપ સહારો છે.લીલાબેન ખેડાપા
આખી નદીમાં ચોમાસા વખતે ભરાઈ જાય છે અને ઉનાળો ટાઈમ આવે એટલે પાણી બધું સુકાઈ જાય છે અમારા ડોબાઓને પાણી પીવા માટે બીજી પણ વ્યવસ્થા કરી પડે છે અને ના મેળ પડે તો તો આજુબાજુમાં કોઈનો બોર કરેલો હોય તો પાણી નથી લાવતા હોય છીએ અમારા ડોબાઓ અને પાણી પીવડાવવું પડે