
રાહુલ ગરી :- ગરબાડા
ગરબાડા:નઢેલાવમાં સસ્તા અનાજની દુકાન પરથી કાળા બજારીનો શંકાસ્પદ જથ્થો ગાયબ:તંત્રની તપાસ શરૂ
જાગૃત નાગરિક દ્વારા પકડાયેલા ટેમ્પાનું અચાનક ગાયબ થવું તપાસ માટે ઉઠાવશે સવાલો.?
દાહોદ તા.21
ગરબાડા તાલુકાના નઢેલાવની સસ્તા અનાજ ની દુકાનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો બારોબાર કાળા બજારી માટે લઈ જવાતો હોવાનું સ્થાનિક જાગૃત નાગરિક રજૂઆત સંદર્ભે સ્થાનિક તંત્ર તપાસ કરતા જથ્થો ક્યાં ઉતરી ગયો તે નક્કી થઈ શક્યું નથી.? એટલું જ નહીં જાગૃત નાગરિકની રજૂઆતને મુદ્દે અનાજનો જથ્થો જે ટેમ્પામાં પકડાયો છે.
તે ટેમ્પો પણ મળી ન આવતા અને જે તે સ્થાનેથી ક્યાંક નીકળી ગયો હોવાનું જણાવતા જથ્થો સરકારી જ હતો કે કેમ.? તેની તપાસ ઝીટવટભરી રીતે કરાશે તેવું અત્રેના મામલતદારે જણાવ્યું છે
નઢેલાવના એક સખી મંડળ દ્વારા સંચાલકમાં આવતી આવતી સસ્તા અનાજની દુકાન અનેકવાર વિવાદોમાં સપડાઈ છે.મામલતદારના જણાવ્યા અનુસાર આ સખી મંડળ દ્વારા સસ્તા નાનાની દુકાનમાં ગેરરીતિઓ આચરતી હોવાન રજૂઆતો પણ મળેલ છે અને તે સંદર્ભે તપાસ કામગીરી પણ હાલ ચાલુ છે તેવા સમયે આ સખીમંડળમાંથી જ ભરાયેલો સસ્તા અનાજનો જથ્થો જે ટેમ્પામાં ભરાઈને જતો હતો તે ટેમ્પાનું વિડિયો રેકોર્ડિંગ કરીને તેને રોકી હોવાનું અને તે બાબતે પોલીસ તેમજ મામલતદાર નો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસ કે મામલતદાર સ્થળ પર પહોંચે તે પહેલા જ આ ટેમ્પો ક્યાંક રવાના થઈ ગયો હોવાનું અથવા કરાવી દેવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. સ્થળ ઉપર રંગે હાથે જાગૃત નાગરિકના હાથે આવેલો ટેમ્પો કયા સંજોગોમાં ભાગી છુટવામાં સફળ રહ્યો તે પણ એક તપાસનો વિષય છે જોકે નાગરિકે ઉતારેલી વિડીયો બાબતે મામલતદાર ને પૂછતા તેઓએ આ અંગે તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે ત્યારે આ અંગે સત્યતા બહાર આવશે કે કેમ સમગ્ર ખેલ મિલીજુલી સરકાર તો નથી ને તેવું પણ પ્રજામાં ચર્ચા રહ્યું છે ત્યારે દાહોદના અંતરિયાળ વિસ્તારમાં ગરીબોનું આ સસ્તો અનાજ જો બારોબાર વેચાઈ જતું હોય તો તે અંગે જીણવટ ભરી તપાસ હાથ ધરવી જોઈએ તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે આજરોજ બનેલા બનાવ અંગે કોણ સાચું સરકારી તંત્ર કહે છે કે ટેમ્પો તેમજ જથ્થો મળી ન આવતા તે સરકારી છે કે કેમ તે તપાસ પછી જ ખબર પડે જાગ્રત નાગરિક એવું કહે છે કે મેં જાતે વિડીયો લીધો છે અને રોકી છે તો પછી આ ગાડી સ્થળ પરથી ગાયબ કેવી રીતે થઈ અનેક શંકા ઉપજાવે તેવા પ્રશ્નોને આવનારા દિવસોમાં ઉકેલાય તે ઇચ્છનીય છે તે ઇચ્છનીય છે