
મહીસાગરની આશ્રમશાળામાં શિક્ષિકાને બદલે તેમની માતા ફરજ બજાવતા પકડાઈ ..
સંતરામપુર,તા.૬
મહીસાગર જિલ્લામા આશ્રમ શાળામાં શિક્ષીકાને બદલે તેની માતા ફરજ બજાવતી હોવાનું પકડાયું આમ ફરી એક વખત ભાડુતી શિક્ષિકા આશ્રમ શાળા માં શાળામાં શૈક્ષણિક કામગીરી બજાતી હોવાનો વિડીયો થયા વાયરલ થતાં શૈક્ષણિક જગતમાં હડકંપ. મચી જવા પામ્યું છે.
મહીસાગર જિલ્લાની આશ્રમ શાળામાં ફરજ પરની શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડિયો સામે આવતાં તંત્ર એક્શન માં આવેલ જોવા મળે છે . સંતરામપુર તાલુકાના જાનવડ ગામ ખાતે આવેલ શ્રી નવયુવક ગ્રામ વિસ્કસ મંડળ સંચાલિત આશ્રમ શાળામાં ની ફરજ પર ની. શિક્ષિકા રીટાબેન પટેલ છેલ્લા કેટલાક મહિનાઓથી શાળા માં ફરજ બજાવતા નથી ને તેમના સ્થાને રીટાબેન ની માતા ચંદ્રિકાબેન આ આશ્રમશાળા માં જ ઈને બાળકો ને ભણાવવા નું કામ કરેછે.આમ નકલી શિક્ષક નો સંતરામપુર તાલુકામાં પર્દાફાશ થતાં ને તેની હકીકતો ની જાણ આદિજાતિ વિકાસ અધિકારી વગૅ.2. આશ્રમશાળા દાહોદ ને તથા વિભાગ ઉધમાથી સફાળું જાગેલ અને તમામ આશ્રમ શાળામાં લેખિત માં જાણ કરી ને નિયમોનુસાર સંચાલન ક રવા. ની જાણ કરી ને માત્ર સંતોષ માનેલ જોવા મળે છે. ચર્ચાતી લોકવાયકા મુજબ આ શિક્ષિકા તેમનાં બાળકો ને ભણાવવા જીલ્લા બહાર હોઈ તે શાળા માં નહીં આવતાં હોય ને તેમનાં સ્થાને શિક્ષિકા ની માતા ચંદ્રિકાબેન શાળા માં આવે છે ચંદ્રિકાબેન પટેલ કે જેવો રિટાયર્ડ શિક્ષિકા છે તેવો બાળકોને ભણાવતા કેમેરા માં થયા કેદ થતાં આ અવેજી નકલી શિક્ષિકા નો ભાંડો ફૂટતા ને શાળામાં બાળકોને ભણાવતા કેમેરા માં કેદ થઈ જતાં ચુપચાપ અઃઆ નકલી શિક્ષિકા ચંદ્રિકાબેન પટેલ શાળા છોડી ને રવાના થઈ ગયા હતા. ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેન ની જગ્યા પર આશરે ૨ વર્ષથી ભણાવી રહ્યા હોવાનું ચચૉઈ રહેલ છે ત્યારે શું આ શાળા નાં મુખ્ય શિક્ષક નેઅનય શિક્ષકો ને આ અવેજી માં આવતાં નકલી શિક્ષક ની જાણકારી હતી કે નહીં??? ગ્રામ જાનો નું માનિયે તો રીટાબેન ના પિતા આશ્રમ શાળાના ના ટ્રસ્ટ માં સભ્ય છે જેથી તેવો પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવી ચર્ચા પણ જોવા મળે છે . અગાઉ પણ મહિસાગર જિલ્લામાં ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વીડિયો સામે આવ્યાં હતા અને ફરી જાનવડ આશ્રમ શાળામા નકલી શિક્ષિકા જડપાતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.