
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના કંકાસીયા ગામ એ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ અગિયાર ગામો વચ્ચે કંકાસીયા ગામે યોજાયો હતો
ફતેપુરા તા.04
ફતેપુરા તાલુકાના કંકાસીયા ગામે આજ રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી રાઠવા cdpo કોમલ બેન દેસાઈ સરપંચ શ્રી ઓ દિપાશુભાઈ આમલીયાર .સુનિલ ભાઈ કટારા. શાંતિલાલ ડામોર. મીરાબેન શૈલેષભાઈ. તાલુકા પંચાયતમાંથી કર્મચારી ગણ મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદારો ચૌધરી. સોલંકી .રાણા . જી.ઈ.બી. માંથી અધિકારીઓ આરોગ્ય શાખા માથી તબીબ વગેરે જુદી-જુદી સેવાઓ આપતા અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટીસંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે આવકના દાખલા જાતિના દાખલા સોગંદનામાં રેશન કાર્ડમાં નામ સુધારો વધારો આધાર કાર્ડ જી.ઈ.બી. ને લગતી કામગીરી આરોગ્યને લગતી કામગીરી આધાર કાર્ડને લગતી કામગીરી વગેરે સેવાઓ ને અરજદારોની સ્થળ પર જ આપવામાં આવેલ હતી અને તેનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવેલ હતું કોરોના રસી નો પ્રથમ ડોઝ પણ આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હતો
સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં જોડાયેલા અગિયાર ગામોની યાદી
મોટી નાદુકણ .નાની નાદુકણ.જતન ના મુવાડા નેસ ડામોરની .રતનપુર નેશ. કુમાનામુવાડા .કુપડા .નાનાસરણાયા .લીંમડીયા મોટીરેલ પૂર્વ .નાની રેલ પૂર્વ .