
રાજેશ વસાવે :- દાહોદ
લાલચ મોંઘુ પડ્યું:દાહોદમાં સોના ચાંદીના વેપારીની 20 લાખ રૂપિયાની બેગ ઉઠાવનાર પાનવાળાની પોલીસે કરી ધરપકડ,
મિત્ર ચા પીવા આવેલા વેપારી બેગ ભૂલી ગયા બાદ બાજુમાં આવેલા પાનવાળાએ બેંગ સંતાડી:CCTV કેમેરાએ ભાંડો ફોડ્યો…
દાહોદ તા.16
દાહોદમાં એમજી રોડ પર જવેલર્સની દુકાન ચલાવતો સોની 20 લાખ રૂપિયાથી ભરેલી બેગ ઘરે લઈ જવા નિકળ્યો હતો. જ્યાં રસ્તામાં મિત્ર જોડે રોડ પર ચા પીવા રોકાણ કર્યો હતો દરમિયાન રૂપિયા ભરેલી બેગ ત્યાં જ ભૂલી ઘરે જતા રહ્યા હતા દરમિયાન બાજુમાં પાનની દુકાન ચલાવનાર ઈસમે રૂપિયા ભરેલી બેગ નજર ચૂકવી સંતાડી લીધી હતી અને ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ બે દિવસ બાદ સોના ચાંદીના વેપારીને બેગ અંગે ભાન થતા ભારે શોધખોળ બાદ બેગ નો કુલ પતો ન લાગતા સોના ચાંદીના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તપાસ હાથ ધરી રૂપિયા ભરેલી બેગ સંતાડનાર પાન વાળાના ઘરે છાપો મારી તમામ મુદ્દામાલ રિકવર કરી પાનવાળાની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એમજી રોડ વિસ્તારમાં નંદન જ્વેલર્સ નામક દુકાન ધરાવતા સોનાચાંદીના વેપારી બે દિવસ અગાઉ સાંજે તેમની દુકાનથી એક બેગમાં 500 500ના દરની 20 લાખ રૂપિયા ની રકમ લઇ ઘરે જવા નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં એક મિત્ર મળી જતાં રૂપિયા ભરેલી બેગ હાથમાં લઈ શહેરના કોર્ટ રોડ વિસ્તારમાં આવેલી ચાની દુકાનમાં ચા પીવા ગયા હતા. ઉપરોક્ત વેપારીએ રૂપિયા ભરેલી બેગ દુકાનની પાસે મૂકી હતી. અને ચા પીધા બાદ વાતચીતમાં મસગુલ આ વેપારી રૂપિયા ભરેલી બેગ મૂકી હોવાનું ભૂલી ગયો હતો અને બાદમાં ઘરે જતાં રહ્યાં હતા. ત્યારબાદ સોમવારે વેપારીને પેમેન્ટ કરવું હોવાથી રૂપિયાની બેગ શોધતા તે ન મળી આવી હતી. જે બાત ગભરાયેલા વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકે રૂપિયા ભરેલી બે ગુમ થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ એલસીબી તેમજ એ ડિવિઝન પોલીસે એમજી રોડ થી કોરટ રોડ સુધીના નેત્રમ કેમેરાની તપાસ કરતા ઉપરોક્ત પૈસા ભરેલી બેગ કોર્ટ રોડ પર ચાની દુકાન પાસે આવેલા કોહિનૂર પાન સેન્ટરના માલિક સલાલુદ્દીન નસરુદ્દીન મલેક રહેવાસી ગુજરાત હાઉસિંગ બોર્ડ એમએનપી સ્કૂલની સામે દ્વારા ઉઠાવી હોવાનું કેમેરામાં કેપ્ચર થવું હોનું સામે આવતા પોલીસે ઉપરોક્ત પાનના દુકાનના માલિક સલાલુદ્દીન મલેકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તેને ગુનો કબુલ કર્યો હતો અને પોલીસે ઉપરોક્ત વેપારીના 20 લાખ રૂપિયાની રોકડ રકમ તેના ઘરમાંથી કબજે લીધો હતો અને ઉપરોક્ત પાન વાળા સામે કાયદેસરનો ગુનો દાખલ કરી જેલહવાલે કરી દીધો હતો.