સિંગવડ સંજેલી ખખડધજ માર્ગ પર ઝાડી ઝાખરાનો સામ્રાજ્ય: માર્ગ અકસ્માતનો ભય..
સિંગવડ થી નાની સંજેલી થઈ સંજેલી જતા ડામર રોડ પર મસમોટા ખાડા પડી જતા તથા ઝાડી ઝાંખરા રોડ પર આવી જતા એક્સિડન્ટ થવાનો ભય જોવા મળી રહ્યો છે.
સીંગવડ તા. ૧૬
સિંગવડ થી મંડેર અગારા ડુંગરપુર થઈ સંજેલી જતા ડામર રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી ત્યાંથી નીકળતા વાહન ચાલકોને એક્સિડન્ટ થવાનો ભય રહે છે જ્યારે આ ડામર રસ્તા ઉપર ચોમાસું ગયા પછી આજ દિન સુધી ઝાડી ઝાંખરા રસ્તા ઉપરના કાપવામાં નહીં આવતા તે ડામર રસ્તા ઉપર આવી જતા તેના લીધે પણ એકસીડન્ટ થવાનો ભય રહે છે જ્યારે આ ડામર રસ્તાને બનાવ્યાને વર્ષો થઈ ગયા હોય તેના લીધે આ રસ્તા ઉપર મસ્ મોટા ખાડા પડી જતા વાહન ચાલકો ને નુકસાની ઉઠાવી પડે છે અને એકસીડન્ટ થવાનો ભય પણ રહે છે જ્યારે ડામર રસ્તા ઘણા વર્ષથી સિંગલ પટ્ટી રસ્તો હોવાથી આ ડામર રસ્તાના લીધે ત્યાંથી બસોની સુવિધા પણ બંધ હોય જો આ ડામર રસ્તાને પોળો કરવામાં આવે તો ગામોના લોકોને બસોની સુવિધા નો લાભ મળી શકે જ્યારે આ ડામર રસ્તો પહોળો કરીને નવો બનાવવા આવે અને તે રસ્તા ઉપરના ઝાડી ઝાંખરા કાપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે શું સરકારી તંત્ર આ ડામર રસ્તાને ધ્યાને લેશે ખરા તેના પરના ઝાડી ઝાંખરા કાપશે ખરા તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.