સિંગવડ- પીપલોદ સ્ટેટ હાઇવે પર તેને ટેલીફોનના કેબલ નાખવા માટે ખોદેલા ખાડા ન પૂરાતા અકસ્માતનો ભય..
સિંગવડથી પીપલોદ જતા સ્ટેટ હાઇવે ના રસ્તા ની બાજુમાં ટેલિકોમ કંપની દ્વારા કેબલ નાખવામાં જે ખાડા ખોદવામાં આવ્યા તે ઘણી જગ્યાએ ખાડાઓ પુરવામાં નહીં આવતા એકસીડન્ટ થવાનો ભય જોવા મળી રહ્યો છે.
સીંગવડ તા. ૧૬
સિંગવડ થી પીપલોદ જતા સ્ટેટ હાઇવે ના રસ્તાઓની બાજુમાં ટેલિકોમ કંપની દ્વારા કેબલ નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે તે ખાડા ઘણી જગ્યાએ પુરવામાં નહીં આવતા આ ખાડાઓના લીધે રાત મધરાતે વાહનચાલકોને નહીં દેખાતા એક્સિડન્ટ થવાનો ભય રહે છે જ્યારે ટેલિકોમ કંપની દ્વારા કેબલ નાખી દીધા પછી તેનું પુરણ તૈયારીમાં કરવામાં ની જગ્યાએ તે ખાડાઓ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે જેના લીધે કોઈપણ વાહન ચાલક તેનું વાહન સાઈડમાંથી લઈ જાય તો તે ખાડામાં પડી ને એકસીડન્ટ થઈ શકે તેમ છે જ્યારે જે કેબલ નું કામ બાકી હોય તો તેને ફટાફટ પૂરું કરીને તે ખાડાઓને પુરવામાં આવે તો એક્સિડન્ટ થતા અટકી શકે અને કોઈ મોટી જાનહાની થતી પણ અટકી શકે તેમ છે જે પણ ટેલિકોમ કંપની દ્વારા ખાડાઓ ખોદવામાં આવ્યા તેને ફટાફટ પૂરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે.