Thursday, 15/05/2025
Dark Mode

દાહોદ તાલુકાના અભલોડ ગામે વીજપોલ પર પતંગ ઉતારવા ચડેલા બાળકને લાગ્યો કરંટ:સારવાર અર્થે ખસેડાયો..

December 7, 2024
        1152
દાહોદ તાલુકાના અભલોડ ગામે વીજપોલ પર પતંગ ઉતારવા ચડેલા બાળકને લાગ્યો કરંટ:સારવાર અર્થે ખસેડાયો..

રાહુલ ગારી :- ગરબાડા 

દાહોદ તાલુકાના અભલોડ ગામે વીજપોલ પર પતંગ ઉતારવા ચડેલા બાળકને લાગ્યો કરંટ:સારવાર અર્થે ખસેડાયો..

દાહોદ તા. ૭

દાહોદ તાલુકાના અભલોડ ગામે વીજ પોલ ઉપર પતંગ ઉતારવા ચડેલા આઠ વર્ષીય બાળકને વીજ કરંટ લાગતા વીજપોલ પર જ લટકી ગયો હતો. જોકે ઘટના બાદ આસપાસના લોકો તેમજ પરિવારજનો દોડી આવી વીજ પુરવઠો બંધ કરી બાળકને નીચે ઉતારી દવાખાને ખસેડ્યો હોવાનું જાણવા મળે છે. 

 દાહોદ તાલુકાના જેસાવાડા ગામમા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા આઠ વર્ષે બાળકની પતંગ વીજ પોલ ઉપર ફસાઈ ગઈ હતી. આમલા પર ફસાયેલી પતંગને કાઢવા માટે વીજ પોલ ઉપર ચડ્યો હતો. જ્યાં બાળકને કરંટ લાગતા તે થાંભલા પર જ લટકી ગયો હતો. જોકે સમયસર ઘટનાની જાણ ગ્રામજનો તેમજ પરિવારજનોને થતા તાબડતોડ વીજ પુરવઠો બંધ કરી વીજપોલ પર ફસાયેલા બાળકને નીચે ઉતાર્યો હતો. તેમજ સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જોકે વીજ કરંટથી બાળક હાથના ભાગે ભાગે દાઝી ગયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે બાળકનો જીવ પછી જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!