દેવગઢ બારીયાના ડાંગરિયામાં બીજી પત્ની લાવ્યા બાદ પ્રથમ પત્નીને પતિ તેમાં સાસુ દ્વારા ત્રાસ આપતા પરિણીત મહિલાની પોલીસમા રાવ..
દેવગઢ બારીયાના ડાંગરિયામાં બીજી પત્ની લાવ્યા બાદ પ્રથમ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરણીતાએ પછી તેમજ સાસુ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યાનું જાણવા મળે છે.
દાહોદ તા. ૫
પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી બસ સ્ટેશન પાસે રહેતી અરુણાબેનના લગ્ન 8/5/2018 ના રોજ દેવગઢ બારીયા તાલુકાના ડાંગરિયા પીટીસી કોલેજ પાસેના રહેવાસી રોશનભાઈ હિતેશભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ દરમિયાન પતિ હિતેશ તથા સાસુ કલાબેન સોલંકી દ્વારા રોશનીબેનને સારી રીતે રાખ્યા હતા. પરંતુ તાજેતરમાં હિતેશભાઈએ બીજા લગ્ન કરતા પ્રથમ પત્ની રોશની બેનને પતિ હિતેશ તેમજ સાસુ કલાબેન દ્વારા અવારનવાર મેના ટોણા મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા પતિ તેમાં સાસુના અસહ્ય ત્રાસી વાજ આવેલી રોશનીબેન સોલંકી એ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે દોસ્તી બેનના પતિ હિતેશ સોલંકી તેમજ તેમની માતા કલાબેન સોલંકી વિરુદ્ધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.