રાજેશ વસાવે :- દાહોદ
*તમાકુ મુક્ત અભિયાન – દાહોદ*
*સુખી પરિવારની ચાવી – વ્યસનમુક્તિ*
*જીવનમાં સ્વસ્થ રહેવા માટે તમાકુ અને તમાકુની બનાવટની કોઈપણ વસ્તુથી દૂર રહેવું ખુબ જ જરૂરી છે.-નિવૃત આચાર્યશ્રી ગોપાલભાઈ શર્મા*
દાહોદ તા. ૩૦
દાહોદ જિલ્લામાં અત્યારે મિશન મોડમાં તમાકુ મુક્ત અભિયાન નિવૃત આચાર્યશ્રી ગોપાલભાઈ શર્મા દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ નિમિત્તે આર્ટ્સ કોલેજ, લીમખેડાના પૂર્વ પ્રિન્સિપલ જી. આર. શર્મા સાહેબ કે જેઓ હાલ વ્યસન મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે તેઓએ જેમાં શાળાના બાળકોને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ” જીવનમાં સ્વસ્થ રહેવા માટે તમાકુ અને તમાકુની બનાવટની કોઈપણ વસ્તુથી દૂર રહેવું ખુબ જ જરૂરી છે.
ઉપરાંત આચાર્યશ્રી શર્માએ વ્યસન કરવાથી થતા ગંભીર પ્રકારના રોગો અંગેની વિસ્તાર પૂર્વક માહિતી આપતાં જણાવ્યું હતું કે, વ્યસન થકી કેવી રીતે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે, વધુમાં એમણે સમજાવ્યું હતું કે, નામ મેળવવું હોય તો કામ કરો અને સુખી પરિવારની ચાવી વ્યસનમુક્તિ છે તેવું જણાવ્યું હતું.
આ નિમિતે સંસ્થાના ટ્રસ્ટી એન. કે. રાઉલજીએ ઉપસ્થિત રહી વિધાર્થીઓને આધ્યાત્મિકતા તરફ તેમજ દરરોજના ગીતાજીના બે શ્લોકોનું પઠન કરવાનું આહવાન કર્યું હતું. એ સાથે કાર્યક્રમમાં ધાનપુર પાટડી શાળાના નિવૃત્ત આચાર્ય કૌશિકભાઈ પીઠાયાએ તમામ બાળકોને બજારમાં મળતાં ઠંડા પીણાથી પણ પોતે અને પોતાના પરિવારને દૂર રાખવા સમજાવવા માટે જણાવ્યું હતું
૦૦૦