Wednesday, 11/12/2024
Dark Mode

ભાભી જોડે આડા સંબંધની આશંકા મામલે તેમજ સંતાન પ્રાપ્તિના કલેહમાં…

November 19, 2024
        7650
ભાભી જોડે આડા સંબંધની આશંકા મામલે તેમજ સંતાન પ્રાપ્તિના કલેહમાં…

રાજેશ વસાવે :- દાહોદ 

ભાભી જોડે આડા સંબંધની આશંકા મામલે તેમજ સંતાન પ્રાપ્તિના કલેહમાં…

દેવગઢ બારીયા ના મોટી ખજૂરીમાં પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી..

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મોટી ખજુરી ગામે પત્નિને સંતાન ન થતાં હોઈ તેમજ પતિ પોતાના સગાભાઈની પત્નિ સાથે આડા સંબંધ પણ ધરાવતો હોય આ મામલે બંન્ને પતિ, પત્નિ વચ્ચે અવાર નવાર થતાં ઝઘડામાં પતિએજ પોતાની પત્નિનું ગળુ દબાવી તેમજ છાતીના ભાગે માર મારી મોતને ઘાટ ઉતારતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દેવગઢ બારીઆના મોટી ખજુરી ગામે ડેમ ફળિયામાં રહેતાં દિલીપભાઈ મંગાભાઈ બારીઆની ૩૫ વર્ષિય પત્નિ મંજુલાબેનને કોઈ સંતાન થતાં ન હોઈ જેથી પરણિતાની સાથે તેના પતિ દિલીપભાઈ અવાર નવાર ઝઘડો તકરાર કરતો હતો તેમજ દિલીપભાઈના સગાભાઈ વિજયભાઈની પત્નિ સાથે દિલીપભાઈ આડા સંબંધ ધરાવતો હોઈ તે બાબતે પણ પતિ, પત્નિ વચ્ચે અવાર નવાર ઝઘડો તકરાર થતો હતો ત્યારે ગત તા.૧૭મી નવેમ્બરના રોજ આવીજ રીતે બંન્ને પતિ, પત્નિ વચ્ચે ઉપરોક્ત મામલે ઝઘડો તકરાર થયો હતો અને એકદમ ઉશ્કેરાયેલ દિલીપભાઈએ પોતાની પત્નિ મંજુલાબેનનું ગળુ દબાવી તેમજ છાતીના ભાગે માર મારી મંજુલાબેનને મોતને ઘાટ ઉતારી દેતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે કનકસિંહ રતનસિંહ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!