Friday, 06/12/2024
Dark Mode

સંતરામપુર નગરની સત્ય પ્રકાશ સોસાયટીમાં બે આખલા સામ સામે બાખડયા દોડધામ મચી, વધતા જતા રખડતા ઢોરના ત્રાસને રોકવા લોકોની નગર પાલિકા પાસે માંગ

November 19, 2024
        1763
સંતરામપુર નગરની સત્ય પ્રકાશ સોસાયટીમાં બે આખલા સામ સામે બાખડયા દોડધામ મચી, વધતા જતા રખડતા ઢોરના ત્રાસને રોકવા લોકોની નગર પાલિકા પાસે માંગ

ઈલિયાશ શેખ :- સંતરામપુર 

સંતરામપુર નગરની સત્ય પ્રકાશ સોસાયટીમાં બે આખલા સામ સામે બાખડયા દોડધામ મચી, વધતા જતા રખડતા ઢોરના ત્રાસને રોકવા લોકોની નગર પાલિકા પાસે માંગ

સંતરામપુર તા. ૧૯ 

મહીસાગર જિલ્લામાં રાખતા ઢોર પર જાણે કોઈ અંકુશ જ ન હોય તેમ છાસ વારે ઢોર બાખડવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે સંતરામપુર નગરમાં આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં બે આખલા આમને સામને બાખડતા આખા વિસ્તારને બાનમાં લીધો હતો જેથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

સંતરામપુર શહેરની સત્ય પ્રકાશ સોસાયટીમાં એ આખલાઓ સામ સામે બાખડયા હતા. આખલાઓના આ મલ ઉદ્ધ થી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી હતી. અવાર નવાર ઢોર બાખડવાના બનાવો બનતા લોકોમાં ભય ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આગાઉ રખડતા ઢોરો એ કેટલાક લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પોહચાડી છે.ત્યારે સંતરામપુર નગરમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસે લોકોને ભયભીત કર્યા છે. ત્યારે આ સમસ્યા અંગે સંતરામપુર નગર પાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!