દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડનું સીમાંકન તેમજ અનામત બેઠકોની ફાળવણી અંગેનો પરિપત્ર જાહેર કરાયો…
પાલિકા વિસ્તારમાં આવેલા સાત બોર્ડ માં અનુસૂચિત -૨ નો સુધારો અંગે આદેશ કરાયો.
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચુંટણી યોજાવા જઈ રહી છે. આ સંદર્ભે ગાંધીનગર ચુંટણી વિભાગ દ્વારા ઝાલોદના વોર્ડાેનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ઝાલોદ નગરમાં ૦૭ વોર્ડાેમાં અનુસુચિ-૨માં સુધારો કરવા અંગેનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જેમાં વોર્ડ દીઠ સરેરાશ વસ્તી, કુલ બેઠકો વિગેરેનું પરિપરત્રમાં વિવરણ કરવામાં આવ્યું છે.
ઝાલોદ નગરપાલિકાની ચુંટણી આવનાર દિવસોમાં યોજાનાર છે. ત્યારે આ સંદર્ભે સચિવાલય ગાંધીનગરની રાજ્ય ચુંટણી આયોગ દ્વારા એક પરિપત્ર જાહેર કરી ઝાલોદ નગરના વોર્ડાેનું સીમાકંન તથા અનામત બેઠકોની ફાળવણી દર્શાવવામાં આવી છે જેમાં ઝાલોદ નગરમાં કુલ ૦૭ વોર્ડાેમાં નગરપાલિકાની સને ૨૦૧૧ની વસ્ત ગણતરી મુજબ કુલ ૨૮,૭૨૦ મતદારોનો સમાવેશ થાય છે. વોર્ડ દીઠ સરેરાશ વસ્તી ૧૦ ટકા વધ મુજબ ૪૫૧૩ અને ૩૬૯૩ સરેરાસ વસ્તીના ૧૦ ટકા ઘટ મુજબનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર ૦૧માં ૩૮૭૫ વસ્તી, પહેલી બેઠકની ફાણવણીમાં સ્ત્રી અનામતમાં અનુસુચિત આદિજાતિ, બીજી બેઠકમાં સામાન્ય, ત્રીજી બેઠકમાં બિન અનામત અનુસુચિત આદિજાતિ અને ચોથી બેઠકમાં બિન અનમાતમાં સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે. તેવીજ રીતે વોર્ડ નંબર ૦૨માં ૪૧૫૯ વસ્તી પ્રમાણે પછાત વર્ગ, સામાન્ય, અનુસુચિત આદિજાતી અને સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૦૩માં ૪૩૦૮ વસ્તી પ્રમાણે અનુસુચિત જાતિ, અનુસુચિત આધિજાતિસ અનુસુચિત આદિજાતિ અને પછાત વર્ગનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૦૪માં ૩૯૩૬ વસ્તી પ્રમાણે અનુસુચિત આદિજાતિ, પછાત વર્ગ અને સામાન્ય વર્ગનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૦૫માં ૪૪૩૨ વસ્તી પ્રમાણે અનુસુચિત આદિજાતિ, સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર ૦૬માં ૩૮૮૩ વસ્તી પ્રમાણે અનુસુચિત આદિજાતિ, સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે અને વોર્ડ નંબર ૦૭માં ૪૧૨૭ વસ્તી પ્રમાણે અનુસુચિત આદિજાતિ, સામાન્ય બેઠકનો સમાવેશ થાય છે. આમ, આવનાર ઝાલોદ નગરપાલિકાની ચુંટણી રસાકસીની સાથે સાથે રસપ્રદ પણ બની રહેશે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.
————————————