રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ નકલી એને કૌભાંડમાં બે ના જામીન મંજૂર એકના નામંજૂર
નજમુદ્દીન ગાંગરડીવાલા અને મન્નાંન જીનીયા ના જામીન મંજૂર
દાહોદ તા. ૧૨
દાહોદ નકલી એને કૌભાંડ માં તાજેતરમાં પોલીસે ઝડપ પહેલા વધુ છ આરોપી પૈકી ત્રણ આરોપીએ અત્રેની સેશન કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી ગત અઠવાડિયે મુકાયેલી જામીન અરજીની લંબાણપૂર્વકની દલીલોને અંતે નામદાર કોર્ટ ચુકાદો અનામત રાખ્યો હતો. આજે મોડી સાંજે સેશન્સ કોર્ટે જે આરોપીઓએ જામીન અરજી મૂકી હતી એ પૈકી બે ઈશમના જામીન મંજૂર કર્યા હતા જ્યારે એક ઈસમના જામીન નામંજૂર કરતા નકલી એને કૌભાંડની વિસ્તૃત છણાવટ સાથેની ચર્ચા જન્મ લીધો છે.
દાહોદ નકલી એને પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી નજમુદ્દીન અબદેઅલી ગાંગડીવાલા, મનાનન તાહીરભાઈ જિન્યા અને ડિમ્પલ કૃષ્ણકાંત ગાંધી આ ત્રણેય અત્રેની સેશન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી મૂકી હતી એ પૈકી નજમુદ્દીન ગાંગડીવાલા, મનનાન જીનીયા ના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા તો ડિમ્પલ કૃષ્ણકાંત ગાંધીના જામીન ના મંજૂર કર્યા હતા. આમ સમગ્ર પ્રકરણ સંબંધે શહેર પંથકમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જન્મ લીધો છે અને આગામી સમયમાં આ સમગ્ર પ્રકરણ કયું અને કયા પ્રકારનું રૂપ ધારણ કરશે તેના ઉપર સૌની મીટ મંડાયેલી જોવા મળી રહી છે