
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ:ગુજરાતમાં હેડ ક્લાર્કનું પેપર લીક મામલામાં ઉપવાસ પર બેસતા પહેલા આપ પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત..
દાહોદ તા.૨૩
ગુજરાતમાં હેડ ક્લાર્કનું પેપર લીક થવાના મામલે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના કમલમ કાર્યાલય ખાતે પહોંચી અને ગૌણ સેવા સમિતિના અધ્યક્ષ આસિત વોરાને પદ પરથી હટાવવા માટે આમ આદમીના કાર્યકર્તાઓ કમલમ ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યાં હતાં અને ત્યાં આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થતાં મામલો બિચક્યો
હોવાની પણ ચર્ચાઓ જાેગી હતી. ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે આપના પ્રદેશ નેતા હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની ભાજપની મહિલાઓની છેડતી મુદ્દે ધરપકડ કરી હતી તેને લઈને આજે ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવી અને ગૌણ સેવા સમિતિના અધ્યક્ષ આસિત વોરાનું રાજીનામુ માંગવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ઉપવાસ ઉપર બેસવા માટેનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો પરંતુ દાહોદમાં આમ આદમીના કાર્યકર્તાઓ ઉપવાસ ઉપર બેસે તે પહેલાજ પોલીસે તેમને ત્યાંથી અટકાયત કરી પોલીસ મથકે ભરીને લઈ જવામાં આવ્યાં હતાં અને પોલીસે ૧૫ જેટલાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી જાે કે, આમ આદમી પાર્ટીના મહામંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે પોલીસ મથકમાં પણ આખો દિવસ ઉપવાસ ઉપરજ બેસવાના છે અને પોલીસ મથકે પણ અમારો ઉપવાસ આંદોલન ચાલ્લુ રહેશે.