Friday, 29/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં સૈનિક સ્કૂલ શરૂ કરવા રક્ષામંત્રીને સાંસદ દ્વારા રજૂઆત કરાઈ

December 23, 2021
        891
દાહોદ જિલ્લામાં સૈનિક સ્કૂલ શરૂ કરવા રક્ષામંત્રીને સાંસદ દ્વારા રજૂઆત કરાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ/કલ્પેશ શાહ :- સીંગવડ 

દાહોદ જિલ્લામાં સૈનિક સ્કૂલ શરૂ કરવા રક્ષામંત્રીને સાંસદ દ્વારા રજૂઆત કરાઈ…

દાહોદ તા.23

દાહોદના સાંસદ દ્વારા શિયાળુ સત્રમા વિસ્તારના વિવિધ પ્રશ્નો વિશે સંબંધિત મંત્રીઓને રજૂઆતો કરી છે.ત્યારે દેશના રક્ષા મંત્રીને રૂબરૂ મળી દાહોદમાં સૈનિક સ્કૂલ ખોલવા રજૂઆત કરી હતી. અગાઉ પણ દાહોદના સાંસદ દ્વારા અનેક મંત્રીઓને મળી દાહોદ ના વિકાસ માટે ઘણી ખરી રજૂઆત કરવામાં આવી હતી.

 

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અગાઉ દાહોદ ઇન્દોર પરિયોજના તેમજ fm રેડીયો ની સુવિધા મળી રહે તે માટે જે તે વિભાગના મંત્રીઓને રૂબરૂ મળી સુવિધા પૂરી પાડવા માટે માંગ કરી હતી. જેમા સંબંધિત વિભાગ દ્વારા હકારાત્મક પ્રતિભાવ મળતાં વિસ્તારના વિકાસની દિશા ઉજ્જળ બની છે. ત્યારે સાંસદ દ્વારા રક્ષા મંત્રી રાજનાથસિંહની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા અને દાહોદમાં સૈનિક સ્કૂલ ખોલવા માટે લેખિત રજૂઆત કરી હતી. સાંસદ દ્વારા જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લો એક મહત્વકાંક્ષી જિલ્લો છે અને દાહોદ શહેર સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ છે દાહોદ જિલ્લામાંથી મોટાભાગે લોકો દેશની રક્ષા કાજે સેનામાં જોડાયા .છે પોતાની વીરતા અને બલિદાનો માટે દાહોદ જિલ્લાવાસીઓ જાણીતા છે. ગુજરાતમાં માત્ર જામનગર ખાતે જ એક સૈનિક સ્કૂલ આવેલ છે ત્યારે દાહોદના સાંસદ દ્વારા દાહોદ લોકસભા વિસ્તાર માં પણ એક સૈનિક સ્કૂલ ખોલવામાં આવે તે માટે રજૂઆત કરાતા આશા બંધાઈ છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલય ધરાવતો જિલ્લો છે અને તેમાં શિક્ષણ ખાસ મહત્વનું બની રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં યુવાનો તેનામાં જાય તેવા હેતુસર સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનિય છે કે દાહોદ મા જ કેન્દ્રીય વિદ્યાલય સફળ રીતે ચાલી રહી છે ત્યારે જો સૈનિક સ્કૂલ શરુ થાય તો વિસ્તારના આદિવાસી બાળકોને તેનો વિશેષ લાભ થઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!