મહીસાગર જિલ્લામાં નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડીગ ઓફિસર લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપ્યો
મહીસાગર જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડીગ ઓફિસરને લાંચ લેતા એસીબીએ ભુરીના મુવાડા ફળિયું ડીટવાસ કડાણા ખાતેથી રંગે હાથે ઝડપી પાડ્યો છે.
દાહોદ તા. ૫
આ અંગેની વિગત એવી છે કે, આ માનાભાઈ મોતીભાઈ ડામોર આરોપી કે જેઓ અગાઉ બે વર્ષ પહેલા હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસરના હોદ્દા ઉપરથી નિવૃત થયા હતા અને હાલમા તેઓના પુત્ર હોમગાર્ડ કમાન્ડીંગ ઓફીસર તરીકે ફરજ બજાવે છે અને પોતે હોદ્દા ઉપર ન હોવા છતા મનસ્વીપણે હોમગાર્ડની નોકરીની વહેચણી કરવી,નોકરીના સ્થળે હાજર છે કે કેમ તેની ચકાસણી કરવી, હોમગાર્ડના માનદવેતનના ભથ્થાનુ બીલ બનાવવાની કામગીરી તેમજ ફરિયાદીને નોકરીનો નજીકનો પોઇન્ટ આપવાની અને તેઓને નોકરીમા હેરાન પરેશાન નહી કરવા સારૂ આ આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા 6 હજારની લાંચની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ જેથી ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 6 હજારની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચની હાજરીમા સ્વીકારતા એ સી બી એ સ્થળ પર આરોપીને ઝડપી પાડ્યો હતો.