રાજેશ વસાવે :- દાહોદ
રોકડ રકમ પર હાથફેરો કરનાર તસ્કર CCTV કેમેરામાં થયો કેદ..
દાહોદના પડાવ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં તસ્કરે દિવાલમાં બાકોરૂ પાડી ચોરીને આપ્યું અંજામ..
પરશુરામ તેમજ રોકડ રકમ મળી 20,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી.
દાહોદ તા. 05
દિવાળીના તહેવાર દરમિયાન અજાણ્યા તસ્કરે દાહોદ શહેરના તળાવ વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં ઉપરના ભાગે બાકોરૂ ઉપાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તસ્કરે દુકાનમાં મુકેલો કરિયાણાનો સરસામાન વેરવિખેર કરી 20000 રૂપિયા ઉપરાંતની રોકડ રકમ, તેમજ કરિયાણાનો સામાન વગેરે મળી હાથ ફેરો કરી ગયા હોવાનું સામે આવ્યું છે. જોકે ચોરીના ઈરાદે આવેલો આ તસ્કર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આવેલી લીલવાની કરિયાણા તેમજ જનરલ સ્ટોરની દુકાનમાં ગતરોજ રાત્રિના સુમારે ચોરીના ઈરાદે આવેલા તસ્કરે દુકાનના મેડા ઉપર આવેલી દિવાલમાં બાકોર પાડ્યું હતું અને દુકાનમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ દુકાનમાં મુકેલો કરિયાણાનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ દરમિયાન તસ્કરે દુકાનમાં મુકેલ 15000 ઉપરાંતની પરચુરણ, 5000 રૂપિયા કિંમતની રોકડ રકમ તેમજ 15 લિટર નો તેલ નો ડબ્બો સહિત 20000 ઉપરાંત થી મુદ્દામાલ પર હાથફેરો કરી નાસી છૂટ્યો હતો. આ દરમિયાન ચોરી કરવા આવેલો તસ્કર દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જે બાદ દુકાનના માલિક વિકી ભાઈ પરસોત્તમભાઈ લીલવાણીએ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો દાખલ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ ના આધારે શોધખોળની સાથે તપાસ હાથ ધરી છે.