läs mer om casinospel bästa bonusar bästa casino jämför och välj toppcasino odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

નકલી NA પ્રકરણમાં સરકારી અધિકારીઓ/ કર્મચારીઓ. સામે ફોજદારી ગુનો દાખલ થવાના શરૂ.. દાહોદ સીટી સર્વે કચેરીના શીરસ્તેદાર તેમજ મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ..

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

નકલી NA પ્રકરણમાં સરકારી અધિકારીઓ/ કર્મચારીઓ. સામે ફોજદારી ગુનો દાખલ થવાના શરૂ..

દાહોદ સીટી સર્વે કચેરીના શીરસ્તેદાર તેમજ મેન્ટેનન્સ સર્વેયરની ધરપકડ..

પ્રોસીજર ફોલો કર્યા વગર સરકારી જમીનના પ્રાઇવેટ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા:વોન્ટેડ એવા રામુ પંજાબીનું નામ ખુલ્યું

ઉપરોક્ત બંને સહિત ત્રણ સરકારી કર્મચારીઓને ચાર દિવસ અગાઉ ફરજ મોકુફીના આદેશ કરવામાં આવ્યા હતા..

દાહોદ તા. 01

 દાહોદમાં બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં આખરે સરકારી કર્મચારીઓ ફરતે કાયદાનો ગાળિયો કસાવવાનો સિલસિલો શરૂ થયો પામ્યો છે.દાહોદ પોલીસે નકલી NA પ્રકરણમાં સરકારી જમીનને બોગસ દસ્તાવેજોના આધારે પ્રાઇવેટ વ્યક્તિના નામે કરવાના કૌભાંડમાં સીટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા શીરસ્તેદાર તેમજ મેન્ટેન્સ સર્વેયર ને સરકારી પ્રોસિજર ફોલો કર્યા વગર સરકારી જમીનનો નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી એન્ટ્રી પાડી હોવાના દોષમાં પોલીસે બંને સરકારી સરકારી કર્મચારીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

 દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર નકલી NA પ્રકરણમાં અલગ અલગ સરકારી કચેરીઓમાં નકલી NA ના ઓર્ડર તેમજ નકલી 73 AA ના હુકમોના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ ઉભા કરી સરકાર જોડે છેતરપિંડી કરી મોટાભાગના લોકોને આર્થિક નુકસાન પહોંચાડનારા આ મહા કૌભાંડમાં તાજેતરમાં ચાર જુદી જુદી ફરિયાદો દાખલ થઈ હતી. જેમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સીટી સર્વે કચેરીમાં પ્રોસિજર ભંગ થઈ હોવાનું તેમજ સત્તા બહારના હુકમો થયા હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ઉપરોક્ત ફરિયાદોમાં આરોપીઓના ઇન્ટ્રોગેશન તેમજ ટેકનીકલ તપાસ હાથ ધરતા સીટી સર્વે કચેરીમાં શીરસ્તેદાર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર.કે. પરમાર તેમજ રાહુલ ચાવડા મેન્ટેન્સ સર્વેયર દ્વારા પ્રોસિજરના આધારે દસ્તાવેજોના આધારે ફક્ત ઓનલાઇન કરવાની સત્તા હોવા છતાં રામુ પંજાબી જોડે લિંક કરી સરકારી જમીનને એકબીજાના મેળાપીપળામાં પ્રાઇવેટ વ્યક્તિના નામે કરી કરી દીધી હતી. ઉપરોક્ત બંને કર્મચારીઓ સત્તા બહાર જઈ બોગસ દસ્તાવેજો ના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી તેને સાચા તરીકે રજૂ કરી રેકોર્ડમાં જનરેટ કરી હોવાનું સામે આવતા પોલીસે બંને કર્મચારીઓની ધરપકડ કરી જેલ હવાલે કરી દેતા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

*સરકારી જમીન પ્રાઇવેટ વ્યક્તિના નામે કરાઈ,નકલી NA પ્રકરણમાં વોન્ટેડ રામુ પંજાબીનું નામ ખુલ્યું.*

 ઉપરોક્ત બંને કર્મચારીઓએ દાહોદ તાલુકાના રળીયાતી પાસે આવેલી સર્વે નંબર 554 જે સરકારી જમીન હતી. આ સરકારી જમીનને રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી જોડે લિંકમાં રહી પ્રાઇવેટ વ્યક્તિના નામે કરી સરકાર જોડે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે. કે રેવન્યુ સર્વે નંબર 554 ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જેમાં એક ભાગ સરકારી પડતર, એક ભાગ ખરાબો તેમજ ત્રીજો ભાગ પોસ્ટ ઓફિસના નામે ચાલે છે.ઉપરોક્ત ભેજાબાજોએ ત્રણે ભાગમાં વહેંચાયેલી આ સરકારી જમીનને પ્રાઇવેટ વ્યક્તિના નામે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી હોવાનું સામે આવ્યું છે.

 *રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરાયેલા સીટી સર્વેના બંને કર્મચારીઓ સહિત ત્રણને ફરજમોકૂફ કર્યા છે.*

 નકલી એને પ્રકરણમાં તપાસોના ધમધમાટ વચ્ચે સીટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા અને પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા દિનેશકુમાર પરમારને ફરજમોકૂફ કરી અમરેલી, રાહુલ ચાવડાને ગીર સોમનાથ મોકલવામાં આવ્યા છે જ્યારે અન્ય એક અમિત ભાભોર ને વલસાડ ખાતે ફરજમોકૂફીનું સ્થળ આપવામાં આવ્યું છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre
vinn riktiga pengar

casino utan skatt

casino utan svensk skatt

för den som gillar https://utländskacasinoutanskatt.se