
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના સફાઈ કામદારો દ્વારા વહીવટદાર તેમજ તલાટી કમમંત્રી અને ગ્રામ પંચાયતને સંબોધીને આવેદનપત્ર..
ગરબાડા તા. ૨૨
આજે તારીખ 22 ઓક્ટોબરના રોજ મળતી વિગતો અનુસાર ગરબાડા ગ્રામ પંચાયતના સફાઈ કામદારો દ્વારા ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયતને સંબોધીને એક આવેદનપત્ર જાહેર કર્યું હતું જેમાં ગરબાડા ગ્રામ પંચાયતમાં 20 વર્ષથી કામ કરતા સફાઈ કામદારોના ત્રણ પડતર પ્રશ્નો ના નિરાકરણ હેઠળ વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠન ના નેજા હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જે આવેદનપત્રમાં જણાવ્યું હતું સફાઈ કામદારોની માંગણી નું નિરાકરણ 15 દિવસમાં નહીં લાવેતો ગાંધી ચિંડ્યા માર્ગે આંદોલન કરશે અને આંદોલન દરમિયાન સફાઈ કામદારોને કોઈપણ પ્રકારની તકલીફ પડશે તેને જવાબદારી ગરબાડા ગ્રામ પંચાયતના વહીવટદારને રહેશે આંદોલન દરમિયાન ગરબાડા ગામમાં રોગચાળો ફાટી નીકળે તેની પણ સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે જેમાં તેમના ત્રણ પડતર પ્રશ્નોમાં 1) સરકાર શ્રી ના નિયમો મુજબ પગાર આપવા બાબત 2) સફાઈના પૂરતા સાધનો ફાળવવા બાબત 3) સફાઈ કામદારોને 1 થી 10 તારીખમાં કાયમી પગાર ચૂકવવા બાબતે રજૂઆત કરી હતી.