
દાહોદમાં શક્તિગેસ્ટ હાઉસના લોકરમાંથી 1.80 લાખની ચોરી
દાહોદ તા.૨૦
દાહોદ શહેરની એક ગેસ્ટ હાઉસમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગેસ્ટ હાઉસમાં રોકાયેલ એક વ્યક્તિના ઉઘરાણીના કુલ રૂા. ૧,૮૦,૬૭૦ તેનીજ સાથેના એક વ્યક્તિએ ચોરી કરી લઈ નાસી જતાં સમગ્ર મામલે ગેસ્ટ હાઉસના સીસીટીવી કેમેરામાં આરોપી કેદ થઈ જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
કમલેશભાઈ કનૈયાલાલ ઉપાધ્યાય (ઉ.વ. ૬૦, રહે. અમદાવાદ) ગત તા. ૧૭મી ડિસેમ્બરના રોજ દાહોદ શહેરમાં આવેલ શક્તિ ગેસ્ટ હાઉસમાં રોકાયાં હતાં અને તેની સાથે અન્ય એક વ્યક્તિ જતીનભાઈ રમેશભભાઈ શેઠ (રહે. ભાવનગર) પણ શક્તિ ગેસ્ટ હાઉસમાં રોકાયાં હતાં. આ દમ્યાન રાત્રીના દશ થી વહેલી સવારના ૧૦ વાગ્યાના આસપાસ કમલેશભાઈના ઓટો પાર્ટસ માર્કેટીંગના ધંધાના અલગ અલગ દુકાનોએથી ઉઘરાવીને લાવેલ રોકડા રૂપીયા ૧,૮૦,૬૭૦ ગેસ્ટ હાઉસના લોકરમાં એક પર્સમાં મુકી રાખ્યાં હતાં. આ રોકડા રૂપીયા ભરેલ પર્સ ચોરી થઈ ગયું હતું. ચોરીની ઘટનાને પગલે ગેસ્ટ હાઉસમાં ચકચાર મચી જવા પામી હતી અને કમલેશભાઈ દ્વારા ગેસ્ટ હાઉસના સીસીટીવીની ચકાસણી કરવા કહેતા ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા સીસીટીવી ફુટેજની ચકાસણી કરતાં રોકડા ૧,૮૦,૬૭૦ રૂપીયા ભરેલ પર્સ જતીનભાઈ ચોરી કરતાં હોવાનું સીસીટીવી ફુટેજમાં જાેવાતાં આ સંબંધે કમલેશભાઈ કનૈયાલાલ ઉપાધ્યાયે જતીનભાઈ રમેશભાઈ શેઠ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————–