
રાજેશ વસાવે :- દાહોદ
*સેવા સેતુ કાર્યક્રમ – ૨૦૨૪*
*જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે*
*ધારાસભ્યશ્રી મહેશભાઇ ભુરીયાએ તમામ લાભાર્થીઓને સરકારશ્રીની સેવાઓ અચૂક લેવા માટે જણાવ્યું*
દાહોદ તા. ૪
રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે તેવા પારદર્શી અભિગમ તેમજ સુશાસન નેમ સાથે રાજ્યવ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ૧૦ મા તબક્કાનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે. મહત્વનું છે કે, આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી રાજયભરમાં યોજાનાર આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ૫૫ જેટલી જનકલ્યાણલક્ષી સેવા-સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પર પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે.
રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિવારણ અરજદારોને ત્વરાએ મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે.
સેવા સેતુ કાર્યક્રમ એ રાજ્ય સરકારના જનકલ્યાણલક્ષી અભિગમનું એક પરિમાણ છે. સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક રીતે ઉકેલ આવી રહ્યો છે. સેવા સેતુ કાર્યક્રમ નિમિતે આજ રોજ દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના ધાવડીયા ખાતે ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્યશ્રી સહિત અન્ય મહાનુભાવો દ્વારા ત્યાં ઊભા કરવામાં આવેલ સ્ટોલ ની મુલાકાત લેવામાં આવી હતી, એ સાથે ધારાસભ્યશ્રીએ આવેલ તમામ લાભાર્થીઓને લાભ અચૂક લેવા માટે જણાવ્યું હતું.
ધાવડીયા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં મામતલદારશ્રી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી શીતલબેન વાધેલા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, વિવિધ ગામના સરપંચશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગઢવી, ગામના અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦