
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કર્યું.
વિસ્તારમાં બનતી ચોરીની ઘટના, લૂંટફાટ ની ઘટના તેમજ નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ હાથ ધરાયું.
ગરબાડા તા. ૪
ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અંતરિયાળ વિસ્તારોમાં જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામીના માર્ગદર્શન હેઠળ પોલીસે નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કર્યું હતું આ નાઈટ ડ્રોન કેમેરાની મદદથી પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપી વોન્ટેડ તેમજ રીઢા આરોપીઓ , રાત્રિ દરમિયાન ચોરી કરવા આવેલા અજાણ્યા ઈસમો , વિસ્તારોમાં જે ચોરી તેમજ લૂંટફાટ ની ઘટના બને છે તેને ડામી અને ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરી આરોપીને ઝડપી પાડવા માટેની તજવીત હાથ ધરી છે તેમજ આજથી શરૂ થતી નવરાત્રીનાં પાવન પર્વે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઘટી જ બનાવ ન બને તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને રાત્રી દરમિયાન નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.