રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકામાં વરસાદનો પ્રકોપ , ઝરી બુઝર્ગ, છરછોડા સહિત વિવિધ વિસ્તારોમાં આઠ જેટલા કાચા મકાનો ધરાશાય થયા..
ગરબાડા તા. ૨૮
ગરબાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં વિવિધ વિસ્તારોમાં ભારે તારાજી સર્જાય હોવાના બનાવો બન્યા છે. જેમાં ગરબાડા નાં મંડી ફળિયા , ઝરી બુઝર્ગ, સાહડા, નેલસુર અને છરસોડા સહિત વિસ્તારોમાં આઠ જેટલા કાચા મકાનો ધરાશાય થવા પામ્યા હતા. જેમાં ઘરવખરી તેમજ પશુઓને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઝરી બુઝર્ગમાં ગણાવા મનુભાઈ વરસીંગભાઇ કાચું મકાન તેમજ સાડા ગામ ખાતે પરમાર ભરતસિંહ માનાભાઈ નું કાચું મકાન ધરાસાઈ થતાં મહિલા સહિત બાળક ને ઇજાઓ પહોંચી હતી તેમજ ઘરમાં બાંધી મુકેલ ભેશ દિવાલમાં દટાઈ જતા તેનો પગ ભાગી જવા પામ્યો હતો. જ્યારે નેલસૂર ખાતે બાબુભાઈ શકરાભાઈ રાઠોડ અને છરસોડામાં નવલાભાઇ બલુભાઈ બિલવાલ દલીયાભાઈ છનીયાભાઈ પલાસ અને અભેસિંગભાઈ વરસીંગભાઇ ભાભોર ના કાચા મકાન ધરાસાઈ થવા પામ્યા હતા. આ કાચા મકાન ધરાસાઈ થવાની જાણ વહીવટી તંત્રને કરાતા તેઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.