Friday, 04/10/2024
Dark Mode

બંદૂક પરવાનાંમાં ગુજરાતમાં દાહોદ પ્રથમ ક્રમાંકે:વિવિધ કારણોસર પાક સંરક્ષણના બંદૂક પરવાનાં રદ્દ કરાયા.. દાહોદ પ્રાંતની બંદૂક પરવાનાં પર સર્જીકલ સ્ટ્રાઇક:સાગમટે 106 પરવાના રદ્દ કરતા ખળભળાટ..

September 27, 2024
        2819
બંદૂક પરવાનાંમાં ગુજરાતમાં દાહોદ પ્રથમ ક્રમાંકે:વિવિધ કારણોસર પાક સંરક્ષણના બંદૂક પરવાનાં રદ્દ કરાયા..  દાહોદ પ્રાંતની બંદૂક પરવાનાં પર સર્જીકલ સ્ટ્રાઇક:સાગમટે 106 પરવાના રદ્દ કરતા ખળભળાટ..

રાજેશ વસાવે :- દાહોદ 

બંદૂક પરવાનાંમાં ગુજરાતમાં દાહોદ પ્રથમ ક્રમાંકે:વિવિધ કારણોસર પાક સંરક્ષણના બંદૂક પરવાનાં રદ્દ કરાયા..

દાહોદ પ્રાંતની બંદૂક પરવાનાં પર સર્જીકલ સ્ટ્રાઇક:સાગમટે 106 પરવાના રદ્દ કરતા ખળભળાટ..

બંદૂક પરવાનાની જટિલ અને લાંબી પ્રોસેસ,નિયમો અનુસાર વ્યાજબી કારણો સામે ન આવતા તંત્રનો નિર્ણય..

દાહોદ તા. 27

દાહોદ પ્રાંત અધિકારીએ દાહોદ વિસ્તારના ખેડૂતોના પાક રક્ષણના બંદૂક પરવાના રીન્યુ કરવાનાં બદલે વિવિધ કારણોસર રદ્દ કરવાનો હુકમ કરતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ગ્રામીણ વિસ્તારના કેટલાય નેતાઓ અને અગ્રણીઓનો પણ પાક રક્ષણના બંદૂક પરવાનામાં સમાવેશ થયો હોવાનું જાણમાં આવ્યું છે.

 રાજ્યમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધારે બંદૂક પરવાના ધરાવતા દાહોદ જિલ્લામાં આશરે 4,000 કરતાં પણ વધુ પાક રક્ષણના પરવાના અમલમાં છે.ત્યારે જેતે પરવાનાની મુદ્દત પુરી થતા પહેલા રીન્યુ કરાવવા માટે જે તે સંબંધિત અધિકારીઓ સમક્ષ અરજી કરવાની હોય છે.આ રીન્યુ અરજીમાં આજદિન સુધી રીન્યુ થતા આવ્યા હતા.પરંતુ ચાલુ વર્ષે અચાનક જ આવેલી 332 જેટલી રીન્યુઅલ અરજીઓ પૈકી 106 જેટલી અરજીઓ એટલે કે બંદૂક પરવાના નામંજૂર કરવામાં આવ્યા હતા.જેથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ નથી જવા પામ્યો છે. પ્રાંત અધિકારી એન બી રાજપૂત દ્વારા રદ કરાયેલા પરવાનામાં જણાયેલા કારણો ચોંકાવનારા અને સામાન્ય માણસને કાયદાના સમજણ આપતા હોવાનું લાગી રહ્યું છે.જે લોકોના પરવાના રદ કરવામાં આવ્યા છે. તેના કારણો જોવા જઈએ તો જેતે અરજદારે પાક રક્ષણ હથિયાર પરવાનાની જરૂરિયાત સંદર્ભે પાકને નુકસાન થતું હોવાના કોઈ આધાર પુરાવા રજુ ન કરેલા હોવાનું જણાઈ આવ્યું છે. એટલું જ નહીં તેઓના પાકને થતા નુકસાન અટકાવવા ખેતરની ફરતે તાર ફેન્સીંગ પણ કરી શકાય, અને નુકસાન થતું અટકાવી શકાય, તેવા કારણો જણાવી કેટલાક અરજદારોને તો તેઓ દ્વારા ખેતી કરાતી નથી અથવા તેઓ દ્વારા ખેતી કરવા અંગેના કોઈ પુરાવા પણ રજુ ન કર્યા હોવાનું જણાવાયુ છે.જયારે અન્ય કારણોમાં પરવાનેદારને કોઈ ધાક ધમકી અથવા કોઈ હુમલાનો બનાવ બનેલ હોય તેવા પુરાવા પણ રજૂ કરેલા નથી,એટલું જ નહીં પ્રવર્તમાન સમયમાં ટેલીફોન સુવિધાઓ ઉપલબ્ધ છે. જો તાકીદના ધોરણે જરૂર પડે તો ફોરેસ્ટ અથવા પોલીસ ખાતાની સહાયતા પણ સમયસર મેળવી શકાય તેમ જણાવી પાક રક્ષણ કરવાનું ચાલુ રાખવું ઉચિત નથી તેવું તારણ રજૂ કરેલ છે.તો કેટલાક કિસ્સાઓમાં પરવાનેદારે પરવાનો મેળવ્યા પછી આજદિન સુધી કેટલા કારતુસ વાપર્યા છે.તે અંગેના હિસાબ રજૂ કરવામાં પણ નિષ્ફળ નીવડેલ છે.જેથી ખરેખર પાક રક્ષણ હથિયારનો ઉપયોગ યોગ્ય રીતે થાય છે કે કેમ.? તે પણ જાણી શકાયું નથી.આવા કેટલાય કારણો આગળ ધરી અરજદારોના પાક રક્ષણના પરવાના ચાલુ રાખવા ઉચિત ન જણાતા હોય આર્મસ એકટ 1959 ની કલમ 17 હેઠળ પાક રક્ષણના પરવાનાં કાયમી ધોરણે રદ્દ કરી પરવાના રજીસ્ટર માંથી કમી કરી દેતા તથા પરવાના તળેનું હથિયાર જે તે પરવાનેદારને હુકમ બજવણીના 7 દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા તથા હુકમ તારીખના એક વર્ષમાં પોતાની કચેરી ની પૂર્વ મંજૂરી બાદ નિકાલ કરવાનું જણાવી હુકમ કરતા ગ્રામીણ વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!