રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદમાં સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪ અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા “ના સંકલ્પન પરિપૂર્ણ કરવા હેતુ વિવિધ કાર્યક્રમો યોજાયા*
દાહોદ તા. ૧૮
સમગ્ર રાજ્ય જયારે સ્વચ્છતા હી સેવા અભિયાન ને વેગ આપવા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા પ્રતિબદ્ધ બન્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ “સ્વચ્છતા હી સેવા” અભિયાનને સાર્થક બનાવવા હેતુ તમામ બ્લોક લેવલે વિવિધ તાલુકાઓમાં ગામના આગેવાનોના અધ્યક્ષ સ્થાને ગામના બ્લેક સ્પોટની સફાઈ કરવામાં આવી હતી. ભાગ લેનાર આગેવાનો સહિત ગ્રામજનોએ સ્વચ્છતા રાખવા માટેના શપથ લીધા હતા.
દાહોદ જિલ્લામાં લગભગ મોટાભાગના તાલુકાઓમાં સ્વચ્છતા અભિયાન હેઠળ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં નવાગામ, અંતેલા, દુધામલી, કાલીયા, સાહડા, પાવડી, ડાભડા, પીઠાના મુવાડા તેમજ સાકરીયા જેવા ગામના સરપંચશ્રીઓ તેમજ તાલુકા સભ્યશ્રીઓની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લામાં તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ ૯ જેટલાં ગામોમાં સ્વચ્છતા રેલી, ૧૮ ગામોમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ, ૧૮ ગામોમાં સ્વચ્છતા રાખવા માટેના શપથ તેમજ ૧૮ ગામોમાં સ્વચ્છતા રાખવા માટે સ્વચ્છતાની મહત્વતા દર્શાવતા પોસ્ટર્સ, સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને શાળાઓના બાળકો દ્વારા પ્રચાર – પ્રસાર પણ કરવામાં આવ્યો હતો જેથી કરીને સ્વચ્છતા કામગીરીમાં મહતમ લોકો જોડાય અને જાગૃત થાય.